Home Gujarat Special Intensive Revision Of Sir Voter List

SIR - મતદાર યાદીની ખાસ સઘન સુધારણા : 28 જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 6.88 લાખ ફોર્મ 6 અને 6એ મળ્યા: ચૂંટણી પંચ

SIR - મતદાર યાદીની ખાસ સઘન સુધારણા
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 01:20 PM IST

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

28 જાન્યુઆરી, 2026 સુધીમાં કુલ 6,88,116 ફોર્મ 6 અને 6એ મળ્યા

હવે તા.30 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. જેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.28 જાન્યુઆરી, 2026 સુધીમાં કુલ 6,88,116 ફોર્મ 6 અને 6એ મળ્યા છે.

સત્યતા ચકાસી તેના નિકાલની કામગીરી

જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે 9,88,621 ફોર્મ 7 મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now