Home Gujarat Soni Family Attempts Mass S In Rajkot

રાજકોટમાં સોની પરિવારે કર્યો સામુહિક આપઘાતનો પ્રયાસ : લોનના હપ્તા ન ભરી શકતા ઝેરી ટીકડા ગળ્યાં, પોલીસ તંત્રની તપાસ તેજ

રાજકોટમાં સોની પરિવારે કર્યો સામુહિક આપઘાતનો પ્રયાસ
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 02:13 PM IST

રાજકોટમાં એક દુઃખદ ઘટનામાં સામે આવી છે. સોની પરિવાર દ્વારા સામુહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. શહેરના 80 ફુટ રોડ પર આવેલા સત્યમ પાર્ક વિસ્તારમાં રહેતા નિલેશ સોની, તેમની પત્ની અને પુત્રએ આ પગલું ભર્યું હતું.

લોનનો ભાર વધતા પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો

મળતી માહિતી મુજબ અગાઉ લેવાયેલા ફ્લેટના લોનના હપ્તા બાકી રહી જતા અને આશરે સાત લાખ રૂપિયાની લોનનો ભાર વધતા પરિવાર માનસિક તાણમાં હતો. આ આર્થિક સંકટને કારણે પરિવારએ ઘઉંમાં નાખવાના ટીકડા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ તંત્ર દોડી આવ્યું હતું. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ પરિવારની હાલત અંગે ડોક્ટરો નજર રાખી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને થોરાળા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આપઘાતના પ્રયાસ પાછળના તમામ કારણો જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ વિસ્તારમાં શોક અને ચિંતા ફેલાવી દીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now