Home International Son In Law Had Run Away With Someone Else Before His Mother In Law Another Big Revelation In Aligarh Case

સાસુ-જમાઈ કેસમાં એક નવો જ ખુલાસો : સાસુ પહેલા કોઈ બીજા સાથે ભાગી ગયો હતો જમાઈ, અલીગઢ કેસમાં વધુ એક ઘટસ્ફોટ

સાસુ-જમાઈ કેસમાં એક નવો જ ખુલાસો
Published by: OBS Bureau
Last Updated: Apr 14, 2025, 04:46 AM IST

Aligarh Saas Damad Case Latest Update: અલીગઢ સાસુ-જમાઈ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે જે લોકોને ચોંકાવી દે તેવા છે. હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે જેમાં ખુલાસો થયો છે કે રાહુલ તેની સાસુ અનિતા પહેલા કોઈ બીજા સાથે ભાગી ગયો હતો. તમને આ સાંભળીને આશ્ચર્ય થશે, પણ આ સાચું છે અને અત્યાર સુધી એ ખબર નથી પડી કે સાસુ અને જમાઈ ક્યાં છે. ચાલો જાણીએ કે અનિતા પહેલા રાહુલ કોની સાથે ભાગી ગયો હતો અને શું આ કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી કે નહીં?

અનિતા પહેલા પણ બીજા કોઈ સાથે ભાગી ગયો હતો રાહુલ
જાણી લો કે તેની ભાવિ સાસુ પહેલા રાહુલ બીજી સ્ત્રી સાથે ભાગી ચૂક્યો છે. આ ઘટના લગભગ એક વર્ષ પહેલા બની હતી, જ્યારે રાહુલ તેના પડોશી ગામમાં રહેતી એક મહિલા સાથે ભાગી ગયો હતો. બંને 2 મહિના સાથે રહ્યા અને પછી પાછા આવ્યા. આ કિસ્સામાં મહિલાના પરિવારે શરમના કારણે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. આના કારણે રાહુલને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું.

અગાઉ પણ આવી હરકતો કરી ચૂક્યો છે રાહુલ
રાહુલ વિશે જાણ થતાં જ મારા મનમાં સૌથી પહેલી વાત એ આવી કે આ છોકરો પહેલેથી જ આવો જ છે. એક વર્ષ પહેલા તે બીજી સ્ત્રી સાથે ભાગી ગયો હતો અને એક વર્ષ પછી પોતાની તેની થનારી સાસુ સાથે પ્રેમ થઈ ગયો અને તે ઘરેથી ભાગી ગયો તે પણ લગ્નના 8 દિવસ પહેલા. આ કેસ પછી જે છોકરીના લગ્ન થવાના હતા તેના જીવનમાં તોફાન આવી ગયું. કોણ જાણે કેવા સપના જોયા હશે જે તેની માતાએ તોડી નાખ્યા.

રાહુલના મિત્ર અને સાળા બન્યા મદદરૂપ
રાહુલ તેની બનનારી સાસુ અનિતા જે તેનાથી બમણી ઉંમરની છે તેની સાથે ભાગી જાય છે. અનિતા તેના પ્રેમી જમાઈ સાથે ભાગી ગઈ, તેની પુત્રીના દહેજના પૈસા અને ઘરેણાં લઈને. આ કેસમાં બીજો ખુલાસો એ થયો કે રાહુલને તેના મિત્રો અને સાળાએ મદદ કરી હતી. આ એ જ સાળો છે જેણે શિવાની સાથેના સંબંધને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!