Home International Social Media Viral Video Israeli Hostage Kisses Hamas Fighter Forehead After Release

જેણે બંધક બનાવ્યા તેને જ કિસ કરી : કોણ છે આ ઈઝરાયલી વ્યક્તિ

જેણે બંધક બનાવ્યા તેને જ કિસ કરી
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2025, 05:52 AM IST

બંધકોને ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની સમજૂતી હેઠળ મુક્ત કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ હમાસે 3 ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા હતા. તેમને પહેલા બહાર કાઢવામાં આવ્યા અને પછી પરેડ કરવામાં આવી હતી. તેમણે રેડ ક્રોસના અધિકારીઓને સોંપતા પહેલા પ્રમાણપત્રો પણ બતાવ્યા હતા.

બંધકોમાંના એક ઇઝરાયેલીની ઓળખ ઓમર શેમ તોવ તરીકે થઈ છે. તેમણે પોતાની મુક્તિની ખુશી અલગ રીતે વ્યક્ત કરી. તેમણે પહેલા હમાસના સૈનકો સાથે હાથ મિલાવ્યા અને પછી તેમના કપાળ પર કિસ કરી. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ઓમરના પિતાએ તેમના પુત્રની પ્રશંસા કરી, કહ્યું-સકારાત્મક વિચારસરણી

ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ અનુસાર, ઓમરના પિતા મલ્કી શેમ તોવે જણાવ્યું હતું કે તેમના પુત્રની મુક્તિ સમયે તેમનું ખુશખુશાલ વર્તન તેમના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. "ઓમર દુબળો-પાતળો છે, પરંતુ તે ખુશખુશાલ અને વિશ્વનો સૌથી સકારાત્મક વ્યક્તિ છે".



હમાસના લોકો પણ તેને પ્રેમ કરે છે.

"અમને ખબર નહોતી કે તે કેવો દેખાશે. તે હમણાં જ બહાર આવ્યો અને તેના સ્મિતથી અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તે માત્ર એક બાળક છે. તે બધા સાથે ભળી જાય છે. ત્યાંના લોકો પણ તેને પ્રેમ કરે છે. "તે હંમેશા સકારાત્મક હોય છે".

IDF અનુસાર, મુક્ત કરાયેલા બંધકો, ઓમર શેમ તોવ, એલિયા કોહેન અને ઓમર વેઇનકર્ટ, હમાસની કેદમાં 505 દિવસ વિતાવ્યા છે. અને હવે સરહદ પાર કરીને ઇઝરાયેલમાં પ્રવેશ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ