બ્રિટનના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર 'પ્રુડિશફિશ"ની ઘણી ચર્ચા થઈ રહી છે. આ પાછળનું કારણ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામનો એક વાયરલ વીડિયો છે.
વાયરલ વીડિયોમાં પ્રુડિશફિશ યુકેમાંથી સમૃદ્ધ લોકો દેશ છોડીના જઈ રહ્યાં હોવાની વાત કરે છે. આ વીડિયોમાં પ્રુડિશફિશ બ્રિટનમાં રહેતા લોકોની સમસ્યાઓ વિશે વાત કરે છે અને કેવી રીતે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો બ્રિટનમાંથી સ્થળાંતર કરે છે તેની વાત કરવામાં આવી છે.
આ વાયરલ વીડિયોમાં તેમણે કહ્યું, "શું આ મોંઘવારી દરમિયાન કોઈ વ્યક્તિ હવે યુકેમાં રહી શકે? વર્ષ 2024માં લગભગ 4,79,000 લોકો યુકે છોડીને બીજા દેશમાં ચાલ્યા ગયા હતા. આ આંકડો ગત વર્ષે 2023ની સરખામણીમાં સ્થળાંતર કરનારા લોકોની સંખ્યા કરતાં લગભગ 19 ટકા વધારે છે.
'એક અબજોપતિ યુકેમાં 49 સામાન્ય ટેક્સ પેયર જોટલો ટેક્સ ચુકવે છે'
વર્ષ 2024માં લગભગ 10,800 અબજોપતિઓ યુકેથી સ્થળાંતર કરી ગયા છે. આ આંકડો અગાઉના વર્ષ કરતા બમણો છે. આનો અર્થ એ થયો કે દર 45 મિનિટે એક અબજોપતિ યુકે છોડીને બીજા દેશમાં જાય છે. દરેક યુકેના અબજોપતિનું હિજરત દર વર્ષે દેશમાં આશરે 530,000 કરદાતાઓના નુકસાન સમાન છે. એક અબજોપતિ બ્રિટનમાં સરેરાશ 49 કરદાતાઓ જેટલો જ કર ચૂકવે છે. વીડિયોના અંતે, લોકોએ કહ્યું, "જો તમે 40 વર્ષથી ઓછી ઉંમરના છો, તો તમે યુકે છોડી દો".
લોકો સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી રહ્યા છે
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ઘણા લોકોએ તેના પર કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું, "બ્રિટનની આ સ્થિતિ માટે વર્તમાન અને પૂર્વ સરકારને જવાબદાર ઠેરવવી જોઈએ, તેમણે દેશને બરબાદ કરી દીધો છે. અન્ય એક યુઝરે કહ્યું, "મેં 2016માં યુકે છોડ્યું અને સ્વિટ્ઝર્લૅન્ડ સ્થળાંતર કર્યું. અહીં હું એક વર્ષમાં અબજોપતિ બનવાના માર્ગ પર છું ".
ઘણા અહેવાલોએ પણ આ મુદ્દાને ટેકો આપ્યો હતો
WealthBriefing.comના જણાવ્યા અનુસાર વર્ષ 2024માં યુકેમાંથી 10,800 અબજોપતિઓ બહાર નીકળી ગયા છે. કોઈપણ દેશમાંથી સ્થળાંતર કરનારાઓની આ બીજી સૌથી મોટી સંખ્યા છે. બ્લૂમબર્ગ મુજબ, બ્રિટન 2028 સુધીમાં તેના 17% અબજોપતિઓને ગુમાવશે, જે યુબીએસ ગ્લોબલ વેલ્થ રિપોર્ટ 2024 માં 36 દેશોમાં સૌથી વધુ છે.





