Home Gujarat Smugglers Raid Temple In Dhanali Village Of Kadi

કડીના ધનાલી ગામે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા! : તાળું તોડી, સાઉન્ડ સિસ્ટમ, DVR, પાણીની મોટરો, પંખા સહિતનો મુદ્દામાલ ઉઠાવી ગયા...

કડીના ધનાલી ગામે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 12:50 PM IST

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ધનાલી ગામે મંદિરમાં તસ્કરો ત્રાટક્યાની ઘટના સામે આવી છે. ધનાલી ગામે આવેલા હનુમાન દાદાના મંદિરના કમ્પાઉન્ડમાં સ્થિત મહાદેવના મંદિરમાં અજાણ્યા ચોરોએ ચોરી કરી હતી. તસ્કરોએ મંદિરની જાળીનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદરથી સાઉન્ડ સિસ્ટમ, ડીવીઆર, પાણીની મોટરો તથા પંખા સહિત કુલ અંદાજે રૂ. 60,000ની મત્તાની ચોરી કરી હતી.

ધનાલી ગામે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા!

આ ચોરીની ઘટના વહેલી સવારે આશરે 2:15 થી 3:45 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે. મંદિરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં બે અજાણ્યા શખ્સો ચોરી કરતાં કેદ થયા છે, જેના કારણે પોલીસને મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. સવારે મંદિર ખોલવા આવેલા પૂજારી ભરતગીરી ગોસ્વામીએ ચોરીની જાણ થતાં તરત જ નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસ હાથધરી

ફરિયાદના આધારે પોલીસે CCTV ફૂટેજ કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગ્રામજનોમાં મંદિરમાં થયેલી ચોરીને લઈ રોષ જોવા મળી રહ્યો છે અને તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવાની માંગ ઉઠી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now