Home Gujarat Sit Formed In Bhavnagar Koli Youth Assault Case

ભાવનગરના કોળી યુવક પર મારામારી કેસમાં SITની રચના : પરસોત્તમ સોલંકી, હિરા સોલંકી, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓની રજૂઆત બાદ છૂટ્યા આદેશ

ભાવનગરના કોળી યુવક પર મારામારી કેસમાં SITની રચના
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2026, 11:18 AM IST

Bhavnagar Koli youth beating case : ભાવનગરના કોળી યુવકને માર મારવાના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય તે માટે ખાસ તપાસ ટીમ (SIT)ની રચના કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ કોળી સમાજમાં ન્યાયની આશા મજબૂત બની છે.

જયવિર ગઢવી તપાસ ટીમના અધ્યક્ષ

IPS જયવિર ગઢવી - મદદનીશ પોલીસ અધિક્ષક, ધારી વિભાગ, અમરેલીના અધ્યક્ષસ્થાને તપાસ થશે. જેમાં એમ.જી. જાડેજા, પી.જે.વાળા, લક્ષ્મણદેવસિંહ પ્રવિણસીંહ ચુડાસમાં, ભગવાનભાઇ સાંબડા ભાઇ ખાંભલા સભ્ય રહેશે

કોળી સમાજના આગેવાનોએ CM સાથે બેઠક યોજી હતી

આ કેસને લઈને કોળી સમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના મંત્રી પુરષોત્તમ સોલંકી, ધારાસભ્ય હીરા સોલંકી, સાંસદ નીમુબેન, અપક્ષ ધારાસભ્ય ઉમેશ મકવાણા સહિત આશરે 15 જેટલા આગેવાનો મુખ્યમંત્રીને મળ્યા હતા. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.

'આ લડાઈ કોઈ એક સમાજની વિરુદ્ધ નથી'

બેઠક બાદ ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે 'મુખ્યમંત્રીએ આ મામલે ન્યાયિક તપાસ કરવાની હૈયાધારણા આપી. તેમણે વધુમાં જણાવ્યું કે આ લડાઈ કોઈ એક સમાજની વિરુદ્ધ નથી, પરંતુ અસામાજિક તત્વો સામે છે અને દોષિતોને કડક સજા મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. સરકાર દ્વારા SITની રચનાનો નિર્ણય લેવામાં આવતા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક અને પારદર્શક તપાસ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now