Home Gujarat Sit Completes Interrogation Of Jairaj Ahir In Bagdana Controversy Case

બગદાણા વિવાદ મામલે જયરાજ આહીરની SIT દ્વારા પૂછપરછ પૂર્ણ : 3 કલાક 20 મિનિટ સુધી થયા સવાલ-જવાબ, કહ્યું 'કાયદા પર વિશ્વાસ છે'

બગદાણા વિવાદ મામલે જયરાજ આહીરની SIT દ્વારા પૂછપરછ પૂર્ણ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 04:49 AM IST

બગદાણા કોળી સમાજના યુવાન પર હુમલા કેસમાં SIT દ્વારા જયરાજ આહીરની પૂછપરછ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર SITની ટીમે આશરે 3 કલાક અને 20 મિનિટ સુધી જયરાજ આહીરની વિગતવાર પૂછપરછ કરી હતી.

''મને કાયદા પર પૂર્ણ વિશ્વાસ છે”

મીડિયા રિપોર્ટ મુજબ, પૂછપરછ દરમિયાન SIT દ્વારા પૂછાયેલા તમામ સવાલોના જવાબ જયરાજ આહીરે આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. પૂછપરછ બાદ જયરાજ આહીરે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, “મને જે પૂછપરછ કરવામાં આવી તેના તમામ યોગ્ય જવાબ મેં આપ્યા છે અને મને કાયદા પર પૂર્ણ વિશ્વાસ છે”

તપાસ તેજ

બગદાણા મામલે ચાલી રહેલી તપાસના ભાગરૂપે SIT દ્વારા આ પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ કેસમાં આગળની કાર્યવાહી અને તપાસ હજુ ચાલુ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા

આ સમગ્ર ઘટનાને લઈ બગદાણા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. SIT દ્વારા જયરાજ આહીરની હાજરી અને પૂછપરછ બાદ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. હવે સૌની નજર SITની આગળની કાર્યવાહી અને આ કેસમાં થનારા આગામી પગલાં પર ટકી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now