Home Entertainment Singer Hans Raj Hans Wife Resham Kaur Passed Away Due To Illness Admitted In Hospital

સિંગર હંસરાજ હંસની પત્ની રેશમ કૌરનું નિધન : 5 દિવસથી હતા એડમિટ

સિંગર હંસરાજ હંસની પત્ની રેશમ કૌરનું નિધન
Published by: OBS Bureau
Last Updated: Apr 02, 2025, 03:59 PM IST

જાણીતા સૂફી ગાયક અને ભાજપના પૂર્વ સાંસદ હંસ રાજ હંસની પત્ની રેશમ કૌરનું નિધન થયું છે. તેમણે લાંબી બીમારી બાદ બુધવારે બપોરે જલંધરની ટાગોર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રેશમ કૌરના નિધન બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

હંસ રાજ હંસની પત્ની લાંબા સમયથી બીમાર હતી
રેશમ કૌરના ભાઈ પરમજીત સિંહે કહ્યું કે લગભગ બપોરે 2:00 વાગ્યે રેશમા કૌરે જલંધરની ટાગોર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા પાંચ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. શરૂઆતમાં તેમને કોઈ સમસ્યા નહોતી, પરંતુ થોડા દિવસો પહેલા તેમને એટેક આવ્યો હતો. જેના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાંના ડોકટરો દ્વારા તેમની યોગ્ય કાળજી લેવામાં આવી રહી હતી.

તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે સવારે 11:00 વાગ્યે હંસ રાજ હંસના મૂળ ગામ સફીપુરમાં કરવામાં આવશે.
હંસ રાજ હંસે 18 એપ્રિલ 1984ના રોજ રેશમ કૌર સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે. યુવરાજ હંસ અને નવરાજ હંસ. તેમના અંતિમ દિવસોમાં તેમનો પરિવાર તેમની સાથે હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now