Home Entertainment Sikandar Release Date Announced Salman Khan Film To Release On Eid 2025

સિકંદરનું નવુ પોસ્ટર રિલીઝ : 27 ફેબ્રુઆરીએ સરપ્રાઈઝ

સિકંદરનું નવુ પોસ્ટર રિલીઝ
Published by: OBS Bureau
Last Updated: Feb 19, 2025, 06:48 AM IST

સલમાન ખાનના ફેન્સ સિકંદરની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની રિલીઝ ડેટ નક્કી થઈ ગઈ છે. ફિલ્મની રજૂઆત પહેલા, નિર્માતાઓએ સલમાન ખાનનું નવું પોસ્ટર શેર કર્યું છે, જેણે ચાહકોનો ઉત્સાહ વધારી દીધો છે. તે જ સમયે, 27 ફેબ્રુઆરીએ, નિર્માતાઓ ફેન્સને એક મોટી સરપ્રાઈઝ આપવા જઈ રહ્યાં છે.

સલમાન ખાને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તે 18 ફેબ્રુઆરીએ ચાહકોને સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો છે. તેવામાં સલમાને 'સિકંદર'નું પોતાનું નવું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં સલમાનનો પોઝ જોરદાર છે. આ પોસ્ટર જોયા પછી ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે.

સાજિદ નડિયાદવાલાના જન્મ દિવસ પર મોટું અનાઉન્સમેન્ટ

નિર્માતાઓએ હજુ સુધી 'સિકંદર' ની રિલીઝ તારીખની જાહેરાત કરી નથી. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. અને હવે લોકો ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. 'સિકંદર' સાજિદ નડિયાદવાલા બનાવી રહ્યાં છે. અને હવે 'સિકંદર' ની નવી પોસ્ટ શેર કરતી વખતે તેમના પ્રોડક્શન હાઉસે પણ વધુ એક ખાસ જાહેરાત કરી છે.


27 ફેબ્રુઆરીએ એક મોટું સરપ્રાઈઝ

'સિકંદર' ના પ્રોડક્શન હાઉસે લખ્યું, "બધા જ ફેન્સ માટે, તમારી ધીરજ અમારા માટે ઘણી મહત્વની છે. સિકંદરને મળેલા પ્રેમ પછી, સાજિદ નડિયાદવાલાના જન્મદિવસ પર એક નાની ભેટ. 27 ફેબ્રુઆરીએ એક સરપ્રાઈઝ તમારી રાહ જોઈ રહ્યું છે! અમારી સાથે રહો. ;

'સિકંદર' 2025ની ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન એ. આર. મુરુગાદોસ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now