Home Entertainment Sikandar Box Office Collection Day 9 Salman Khan Rashmika Mandanna Ar Murugadoss Movie 9th Day Second Monday Collection Net In India

બોક્સ ઓફિસ પર રિતસર સંઘર્ષ કરી રહી છે : ભાઈજાનની સિકંદર

બોક્સ ઓફિસ પર રિતસર સંઘર્ષ કરી રહી છે
Published by: OBS Bureau
Last Updated: Apr 08, 2025, 04:00 AM IST

સલમાન ખાનની ફિલ્મ સિકંદર સિનેમાઘરોમાં ટકવા માટે રીતસર સંઘર્ષ કરી રહી છે. આ ફિલ્મથી ચાહકોને ઘણી અપેક્ષા હતી પરંતુ ભાઈજાન આ અપેક્ષાઓ પર ખરા નથી ઉતર્યા. ફિલ્મ રિલીઝને 10મો દિવસ છે પરંતુ હજુ સુધી કોઈ ખાસ કમાણી નથી થઈ.

ચાલો જાણીએ કે 'સિકંદરે રિલીઝના 9મા દિવસ સુધી કેટલું કલેક્શન કર્યું.
આપને જણાવી દઈએ કે સિકંદરે રવિવાર સુધીમાં 100 કરોડનો આંકડો પાર તો કર્યો છે પણ સોમવાર આવતા આવતા કલેક્શન ડાઉન થયું.

સેકનિલ્કના જણાવ્યા અનુસાર ભારતમાં ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો

'સિકંદર' નો પહેલા અઠવાડિયાનો બિઝનેસ 90.25 કરોડ હતો.
ફિલ્મે છઠ્ઠા દિવસે 3.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
સાતમા દિવસે 'સિકંદર'નું કલેક્શન 4 કરોડ રૂપિયા હતું.
ફિલ્મે 8મા દિવસે 4.75 કરોડ રૂપિયાની કમાણી કરી.

સેકનિલ્કના જણાવ્યા પ્રમાણે રિલીઝના 9મા દિવસે સિકંદરનું કલેક્શન 1.75 કરોડ રૂપિયા છે

આ સાથે, ભારતમાં ફિલ્મના 9 દિવસનું કુલ કલેક્શન હવે 104.25 કરોડ રૂપિયા થઈ ગયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now