Home Entertainment Sikandar Box Office Collection Day 1 Salman Khan Rashmika Mandanna A R Murugadoss Movie Opening Day Collection

કેટલું કમાઈ પહેલાં દિવસે સિકંદર? : શું બોક્સ ઓફિસ રેકોર્ડ તુટશે?

કેટલું કમાઈ પહેલાં દિવસે સિકંદર?
Published by: OBS Bureau
Last Updated: Mar 30, 2025, 05:17 PM IST

સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર' 30 માર્ચે રિલીઝ થઈ ઘઈ છે. સલમાન ખાનના ફેન્સે આજે પહેલા જ દિવસે જાણે થિયેટર્સની બહાર જોવા મળી રહ્યા હતા. પરંતુ સવાલ એ થાય કે ફિલ્મ લોકોને કેટલી પસંદ આવી અને આવનારા દિવસોમાં શું સિકંદર અન્ય ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી શક્શે? એ જાણવાનો પ્રયાસ કરીએ.

સિકંદરનું બોક્સ ઓફિસ કલેક્શન
ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનથી સંબંધિત ડેટા રાખતી વેબસાઇટ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે રાત્રે 9:10 વાગ્યા સુધી 26.48 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મને સિનેમાઘરોમાં આવ્યાના થોડા જ કલાકો થયા છે અને આ ફિલ્મ એક તરફ તો આ વર્ષે રજૂ થયેલી દરેક ફિલ્મનો રેકોર્ડ તોડી શકે છે. આ આંકડાઓ અંતિમ નથી તેમા વધારો થતો રહેશે.

સિકંદરે તોડ્યો L2 એમ્પુરાનનો રેકોર્ડ
સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર'ના 3 દિવસ પહેલા રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ 'એલ2 એમ્પુરાન' સલમાન ખાનની ફિલ્મના બોક્સ ઓફિસ રેકોર્ડની સામે નાની દેખાવા લાગી છે. આ ફિલ્મે પહેલા દિવસે 21 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સલમાન ખાનની ફિલ્મ હવે આનાથી આગળ વધી ગઈ છે.

સિકંદર બોલિવૂડની ફિલ્મોના ઘણા રેકોર્ડ તોડી ચૂકી છે
છાવા અને સ્કાય ફોર્સ સિવાય આ વર્ષે રજૂ થયેલી મોટાભાગની બોલિવૂડ ફિલ્મો ફ્લોપ રહી હતી. સિકંદરે બોક્સ ઓફિસ પર આવી ઘણી ફિલ્મોનું લાઇફટાઇમ કલેક્શન તોડી નાખ્યું છે. તેમાં બદમાશ રવિકુમાર, આઝાદ, લવ્યપા, મેરે હસબન્ડ કી બીવી, ફતેહ અને ઇમર્જન્સી જેવી ફિલ્મો સામેલ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now