Home Religion Shukra Mrigashira Nakshatra Gochar 2026 Lucky Zodiac Signs

માલામાલ બનવાનો સોનેરી સમય! : શુક્ર મૃગશિરામાં આવતા જ ખુલી જશે આ 4 રાશિવાળાના નસીબ! મળશે કરિયર, પૈસા અને લવ લાઈફમાં મોટી સફળતા!

Shukra Nakshatra Gochar
Published by: Suman Dabhi
Last Updated: May 08, 2026, 05:36 AM IST

Shukra Nakshatra Gochar 2026: ધન, સુખ અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 8 મે 2026ની રાત્રે 09:51 વાગ્યે મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. મંગળના આ નક્ષત્રમાં શુક્રનો પ્રવેશ 4 રાશિઓ માટે ખાસ કરીને શુભ સાબિત થવાનો છે. આ દરમિયાન કરિયરમાં ઉન્નતિ, આર્થિક લાભ, અટવાયેલા પૈસાની વસૂલાત અને પ્રેમ જીવનમાં મધુરતા વધવાના યોગ બની રહ્યા છે. શુક્ર 17 મે સુધી મૃગશિરા નક્ષત્રમાં રહેશે, એટલે કે આગામી 10 દિવસ આ રાશિઓ માટે લાભ જ લાભનો સમય રહેશે.

આ 4 નસીબદાર રાશિઓ

1. મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે, નોકરી કે ધંધામાં પ્રગતિ થશે અને અટવાયેલા રૂપિયા પાછા મળવાની સંભાવના છે. પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે, પાર્ટનર તમારી તરફ વધુ આકર્ષિત થશે અને વ્યક્તિત્વમાં આકર્ષણ વધારો થશે.

2. વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોને કરિયરમાં મોટો ઉછાળો મળી શકે છે. આવકમાં વધારો થશે, મોટા રોકાણના યોગ બનશે અને વેપારમાં સારો લાભ થશે. આર્થિક સ્થિરતા સાથે લવ લાઈફ પણ રોમાંચક બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને મનમાં સુખ અને સંતોષનો અહેસાસ થશે.

3. તુલા રાશિ

તુલા રાશિ માટે આ સમય કરિયરની દૃષ્ટિએ અત્યંત શુભ છે. ઉંચું પદ, સેલેરી વધારો કે પ્રમોશન મળવાની તક છે. વેપારીઓના વેચાણ અને નફામાં વધારો થશે. સર્જનાત્મક ક્ષમતા પ્રકાશમાં આવશે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે.

આ પણ વાંચો: 15 મેથી ડબલ ગોચરનો ધમાકો! : આ 4 રાશિવાળા બનશે ભાગ્યના સિકંદર! ખુલશે ધન અને સફળતાના નવા દ્વાર!

4. કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે ધન વૃદ્ધિનો મજબૂત સમય છે. અટવાયેલી મોટી રકમ મળવાથી નાણાકીય તંગી દૂર થશે. મોટા રોકાણ અને નવી યોજનાઓનું આયોજન થઈ શકે છે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને લાંબી મુસાફરીના યોગ પણ બની શકે છે.

ગોચરના લાભ મેળવવા માટે શુક્રના ઉપાય જેમ કે શુક્રવારે સફેદ વસ્તુઓનું દાન કરવું કે શુક્ર મંત્રનો જાપ કરવો ફાયદાકારક રહી શકે છે.આ સમયનો મહત્તમ લાભ લઈને તમે તમારા જીવનમાં સફળતા અને સુખની નવી ઊંચાઈઓ સર કરી શકો છો!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now