Home Sports Shubman Gill Failed To Score Runs In Vijay Hazare Trophy As Well Got Out Cheaply

Shubman Gill ફરી એક વખત રન બનાવવામાં રહ્યો નિષ્ફળ! : વિજય હજારે ટ્રોફીમાં ગોવા સામેની મેચમાં સસ્તામાં થયો આઉટ

Shubman Gill ફરી એક વખત રન બનાવવામાં રહ્યો નિષ્ફળ!
Published by: OBS Bureau
Last Updated: Jan 06, 2026, 11:16 AM IST

How did Shubman Gill and Shreyas Iyer perform in the Vijay Hazare Trophy: આજે વિજય હજારે ટ્રોફીમાં ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા. એક તરફ ભારતીય ટીમના ODI અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ શાનદાર પર્ફોમન્સ આપવામાં નિષ્ફળ રહ્યો, તો બીજી તરફ ઈજા પછી કમબેક કરી રહેલા શ્રેયસ ઐયરે વિસ્ફોટ બેટિંગ કરી ફેન્સના દિલ જીતી લીધા હતા.

શુભમન ગિલનું પર્ફોમન્સ

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન શુભમન ગિલે પંજાબ તરફથી રમતા વિજય હજારે ટ્રોફી 2025-26 સીઝનની તેની પહેલી મેચ રમી રહ્યો હતો. જયપુરના K L Saini Stadium માં ગોવા સામે રમાયેલી આ મેચમાં શુભમન ગિલ માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેને પોતાની 12 બોલની ઇનિંગમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ પાંચમી ઓવરમાં જ Vasuki Koushik નો શિકાર બન્યો હતો. T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર થયા પછી શુભમન ગિલ પાસેથી મોટી ઇનિંગની આશા હતી, જે હાલ પૂર્ણ થઈ શકી નથી.

શુભમન ગિલની આગામી મેચ પર સસ્પેન્સ

BCCI ના નિયમ મુજબ દરેક ખેલાડીએ વિજય હજારે ટ્રોફીની ઓછામાં ઓછી બે મેચ રમવી ફરજિયાત છે. જોકે, 11 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે ભારતની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. આ સ્થિતિમાં, શુભમન ગિલ ગુરુવારે મુંબઈ સામેની મેચ રમશે કે કેમ તે અંગે પ્રશ્ન છે. શક્યતા છે કે, તે નેશનલ ડ્યુટી માટે વડોદરામાં ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે.

શ્રેયસ ઐયરનું કમબેક

મુંબઈ તરફથી રમતા શ્રેયસ ઐયરે મેદાન પર ઉતરતાની સાથે જ સાબિત કરી દીધું કે, તે કેમ ટીમ ઈન્ડિયાનો મહત્વ ભાગ છે. હિમાચલ પ્રદેશ સામેની મેચમાં ચોથા નંબરે બેટિંગ કરતા ઐયરે માત્ર 53 બોલમાં 82 રન ફટકારી દીધા હતા. તેની આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની આક્રમક બેટિંગને કારણે મુંબઈ મજબૂત સ્થિતિમાં પહોંચ્યું હતું.

મુંબઈના અન્ય સ્ટાર્સ રહ્યા ફ્લોપ

મુંબઈની ટીમમાં સ્ટાર ખેલાડીઓની ફોજ હોવા છતાં ઐયર સિવાય કોઈ ખાસ પર્ફોમન્સ કરી શક્યું નહીં. યશસ્વી જયસ્વાલ (15), સૂર્યકુમાર યાદવ (24), શિવમ દુબે (20) અને સરફરાઝ ખાન (21) સારી શરૂઆતને મોટી ઇનિંગમાં બદલી શક્યા નહીં. હિમાચલના બોલરો વૈભવ અરોરા અને અભિષેક કુમારે બોલિંગ કરીને મુંબઈના આ દિગ્ગજોને પેવેલિયન ભેગા કર્યા હતા.

ભારતીય સિલેક્ટર્સ ચિંતિત અને ખુશ

ન્યૂઝીલેન્ડ સામેની મહત્વની સિરીઝ પહેલા ખેલાડીઓનું આવું પર્ફોમન્સ ભારતીય સિલેક્ટર્સ માટે ચિંતા અને ખુશી બંને લઈને આવ્યું છે. ઐયરનું ફોર્મમાં હોવું ટીમ માટે સારા સમાચાર છે, જ્યારે કેપ્ટન શુભમન ગિલ અને અન્ય બેટ્સમેનોએ વહેલી તકે પોતાનું ફોર્મ મેળવવું પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now