Home Health-lifestyle Should You Eat Yogurt Curd Daily Or Not

દહીં કેટલું ગુણકારી? : રોજ દહીંનું સેવન કરવું યોગ્ય કે અયોગ્ય? જાણો જાણકારી શું કહે છે?

દહીં કેટલું ગુણકારી?
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2025, 04:30 AM IST

દહીં અને છાશ ભારતીય થાળીનો મહત્વનો ભાગ છે. ભારતના અલગ અલગ ભાગમાં તે કોઈ ને કોઈ સ્વરૂપમાં આરોગવામાં આવે છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક ગુણો પાચન માટે ખૂબ જ સારા ગણવામાં આવે છે. દહીં ખાવાથી શરીર ઠંડું રહે છે અને ભોજન આસાનીથી પચી જાય છે. પરંતુ અતિનો બધે ત્યાગ કરવો જોઈએ. એવી જ રીતે દહીં પણ અતિશય ન ખાવું જોઈએ. આવો જોઈએ રોજ દહીં ખાવાથી શું થાય છે.

દહીં ખાવાના આટલા ફાયદા
દહીં ખાવાથી આપણા આંતરડામાં સારા બેક્ટેરિયામાં વધારો થાય છે, જે પાચનક્રિયાને વધુ સારી બનાવવામાં મદદ કરે છે. દહીમાં પણ ફાઈબર હોય છે. જે મળ ત્યાગને આસાન બનાવે છે. દહીંમાં ફાઈબર અને પ્રોટીન સારી માત્રામાં હોય છે, જ્યારે તેમાં કેલેરી ઓછી હોય છે એટલે પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. દહીંમાં એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે. સાથે તે લોહીના સંચારને પણ વધારે સારો કરે છે.દહીં કેલ્શિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા જરૂરી મિનરલ્સથી ભરપૂર છે. આ પોષક તત્વો આપણા દાંત અને હાડકાને મજબૂત બનાવે છે.

દહીં ખાવાથી ન માત્ર ફાયદા પરંતુ નુકસાન પણ થાય છે. જો તમારી પાચન શક્તિ ઓછી છે તો તમારે રોજ દહીં ન ખાવું જોઈએ. તેનાથી પાચનક્રિયા ધીમી થઈ જાય છે. અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. કેટલાક લોકોને દહીંથી એલર્જી થઈ શકે છે. એવામાં આવા લોકોએ વધારે દહીં ન ખાવું જોઈએ. ત્વચાની એલર્જી કે એસિડિટીની સમસ્યા ધરાવતા લોકોએ પણ રોજ દહીં ન ખાવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. OffBeatStories તેની જવાબદારી નથી લેતું. કોઈ પણ સૂચનને અમલમાં મુકતા પહેલા વિશેષજ્ઞોની સલાહ લો.)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now