Home Entertainment Shine Tom Chacko Arrested By Kerala Police For Taking Drugs And Harassing Vincy Aloshious C833d044 Dbc2 4c7c B8a2 70787da58420

ડ્રગ્સ લેવાના આરોપમાં અભિનેતાની ધરપકડ : અભિનેત્રીએ લગાવ્યો છેડતીનો આરોપ, ભાગવા જતાં જ પોલીસે દબોચ્યો

ડ્રગ્સ લેવાના આરોપમાં અભિનેતાની ધરપકડ
Published by: OBS Bureau
Last Updated: Apr 19, 2025, 03:59 PM IST

સાઉથ સિનેમા એક્ટર 'શાઈન ટોમ ચાકો' ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેત્રી વિન્સી એલોસિયેસ તેના કો-એક્ટર શાઇન ટોમ ચાકો પર ડ્રગ્સના પ્રભાવ હેઠળ તેની છેડતી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી કેરળ પોલીસે હવે શાઈનની ધરપકડ કરી છે. શનિવારે પોલીસે જણાવ્યું હતું કે આ કેસ બાદ શાઇન ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ પોલીસે તેમને ઘેરી લીધા હતા અને ધરપકડ કરી હતી. હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ મલયાલમ સિનેમાની અભિનેત્રી વિન્સી એલોશિસે એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે.

શું છે સમગ્ર મામલો?
સાઉથ સિનેમાની અભિનેત્રી વિન્સી એલોસિયસ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. વિન્સીએ તાજેતરમાં જ સાઉથ સિનેમાની અંદરના ખરાબ અનુભવો વિશે વાત કરતાં એક ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે એક ફિલ્મમાં કામ કરતી વખતે એક કો-એક્ટરે તેની સાથે કેવું વર્તન કર્યું હતું. આ વિડીયોમાં વિન્સીએ જણાવ્યું કે અમે એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. રિહર્સલ દરમિયાન એક કોસ્ટાર મારી સાથે હતો. અમે સીનનું રિહર્સલ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન તેના મોંમાંથી કંઈક સફેદ ટેબલ પર પડ્યું જે ડ્રગ જેવું દેખાતું હતું. તેણે ડ્રગ્સના પ્રભાવ હેઠળ મારા વિશે કેટલીક અભદ્ર વાતો કહી. આ વીડિયો પછી મામલો ચર્ચામાં આવ્યો છે.

વિન્સીએ ફરિયાદ નોંધાવી હતી
વિન્સીએ 14 એપ્રિલે આ વિડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને તમામ બાબતોનો વિગતવાર ખુલાસો કર્યો હતો. આ પછી વિન્સીએ તેના કો-સ્ટાર વિરુદ્ધ ICC એટલે કે આંતરિક ફરિયાદ સમિતિ અને મલયાલમ મૂવી કલાકારોના સંગઠનમાં ફરિયાદ નોંધાવી. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પણ તેની નોંધ લીધી અને હવે આરોપી અભિનેતાની ધરપકડ કરવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે.

વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી
તમને જણાવી દઈએ કે વિન્સીના આરોપોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં લોકોએ આવા લોકોને તાત્કાલિક પાઠ ભણાવવાની વાત કરી હતી. કેટલાક ચાહકોએ કહ્યું હતું કે બંને લોકોના નિવેદનોને યોગ્ય રીતે તપાસવામાં આવે અને પછી જ સત્ય વિશે અભિપ્રાય બનાવવામાં આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now