Home Entertainment Shefali Jariwala Death Reason Husband Parag Tyagi Interview

શેફાલી જરીવાલાના નિધન પર પતિ પરાગનો ખુલાસો : "તેને ગોરા થવા કોઈ ઈન્જેક્શનની જરૂર નહોતી" - પરાગ ત્યાગી

Parag Tyagi talking about late actress Shefali Jariwala
Published by: Vaishnavi Pathak
Last Updated: May 14, 2026, 05:01 AM IST

શેફાલી જરીવાલાના નિધન બાદ ‘બ્યુટી ઈન્જેક્શન’ના દાવા પર પતિ પરાગ લાલઘૂમ, કહ્યું- “તેને ગોરા થવાની શું જરૂર હતી?”

‘કાંટા લગા’ ગર્લ શેફાલી જરીવાલાએ વર્ષ 2025 માં આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમના આકસ્મિક નિધન બાદ સોશિયલ મીડિયા પર અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. લોકોએ એવા દાવા કર્યા હતા કે સુંદર દેખાવા માટે લીધેલા ઈન્જેક્શનને કારણે તેમનું મૃત્યુ થયું છે. હવે તેમના પતિ પરાગ ત્યાગીએ એક ઈન્ટરવ્યુમાં આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે.

“ગોરા થવા માટે કોઈ ઈન્જેક્શન નહોતા લીધા”

પરાગ ત્યાગીએ ફિલ્મીજ્ઞાનને આપેલા ઈન્ટરવ્યુમાં ભાવુક થઈને કહ્યું કે, "શેફાલીને ગોરા થવા કે સુંદર દેખાવા માટે કોઈ ઈન્જેક્શનની જરૂર નહોતી. લોકો ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. જો એવા કોઈ ઈન્જેક્શન હોત જે માણસને હંમેશા યુવાન અને જીવિત રાખી શકતા હોત, તો આજે રતન ટાટા જેવા મહાન લોકો પણ આપણી વચ્ચે હોત."

આ પણ વાંચો: Cannes 2026 | આલિયા ભટ્ટે કાન્સમાં પોતાની સુંદરતાથી ફેન્સને કર્યા મંત્રમુગ્ધ | Offbeat Stories

નિધનના એક દિવસ પહેલાની વિગતો

પરાગે વધુમાં જણાવ્યું કે શેફાલી ખૂબ જ ફિટ હતી અને તે ક્યારેય ભૂખી રહેતી નહોતી. તેમણે યાદ કરતા કહ્યું, "અમે બધું જ ખાતા હતા. નિધનના એક દિવસ પહેલા જ શેફાલીએ ચાઈનીઝ ફૂડ ખાધું હતું. તે ડાયટિંગના નામે શરીરને કષ્ટ આપતી નહોતી. જો તમે ભૂખ્યા રહો તો તમારા ચહેરાની ચમક જતી રહે છે, પણ શેફાલી હંમેશા તેજસ્વી દેખાતી હતી."

મુશ્કેલ સમયમાં ડોગ ‘સિમ્બા’ બન્યો સહારો

શેફાલીના ગયા પછી પરાગ ત્યાગી એકલતા અનુભવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે તેમના પેટ ડોગ ‘સિમ્બા’એ આ મુશ્કેલ સમયમાં તેમને ઘણો સાથ આપ્યો છે. પરાગે કહ્યું, "મેં ક્યારેય વિચાર્યું નહોતું કે સિમ્બા મારો આટલો મોટો સપોર્ટ બનશે. શેફાલીનું નિધન એ વિધિના લેખ હતા, તેની આત્મા આજે પણ મારી સાથે જોડાયેલી છે."

પરાગે લોકોને અપીલ કરી છે કે કૃપા કરીને શેફાલીના લાઈફસ્ટાઈલ અને બ્યુટી ટ્રીટમેન્ટ વિશે ખોટી અફવાઓ ફેલાવવાનું બંધ કરો અને તેની સ્મૃતિઓનું સન્માન કરો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now