Home Entertainment Urvashi Rautela Cannes 2026 Red Carpet Look Headgear Fashion

Cannes 2026 : ઉર્વશી રૌતેલાએ રેડ કાર્પેટ પર બોલ્ડ અંદાજ સાથે ખેંચ્યું સૌનું ધ્યાન

Urvashi Rautela grabbed everyone's attention on the red carpet
Published by: Vaishnavi Pathak
Last Updated: May 13, 2026, 06:02 AM IST

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026 માં ફરી એકવાર પોતાના બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના 79th એડિશનમાં ઉર્વશી રૌતેલાએ તેના ગ્લેમરસ લુક સાથે એન્ટ્રી કરી હતી. આ વખતે ઉર્વશીએ ખૂબ જ આકર્ષક શિઅર બેજવેલ્ડ ગાઉન (Sheer Bejewelled Gown) પસંદ કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

પક્ષીથી પ્રેરિત અનોખું હેડગીયર

ઉર્વશીના આ આઉટફિટમાં સૌથી વધુ ધ્યાન તેના હેડગીયરે ખેંચ્યું હતું. તેણે કપાળ પર પક્ષીથી પ્રેરિત (Bird-inspired) એક અનોખું અને કલાત્મક હેડપીસ પહેર્યું હતું. આ એક્સેસરીએ તેના લુકને ડ્રામેટિક અને રિયલ બનાવ્યો હતો. આ સાથે જ તેણે હાથમાં એક અનોખી કેરોયુઝલ હોર્સ (Carousel Horse) આકારની બેગ પકડી હતી, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો: ઉર્વશી રૌતેલાના કલેક્શન સામેલ થઈ બે શક્તિશાળી લક્ઝરી SUV | અભિનેત્રીની નવી કારોની કિંમત જાણીને ચોંકી જશો | Offbeat Stories

5th વખત કાન્સમાં હાજરી

આ ઉર્વશી રૌતેલાની કાન્સમાં 5th હાજરી છે. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે તેનો આ ગાઉન વિયેતનામીસ લેબલ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે. ઉર્વશી ઉપરાંત આ વર્ષે આલિયા ભટ્ટ, હુમા કુરેશી અને તારા સુતરિયા જેવા કલાકારો પણ કાન્સના મેદાનમાં જોવા મળ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now