Home Gujarat She Team To Take Care Of Child Rescued By Police

પોલીસે રેસ્ક્યુ કરેલા બાળકની સંભાળ 'SHE Team' રાખશે! : ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ આંતરરાજ્ય બાળ તસ્કરોના ચુંગાલમાંથી બચાવ્યું હતું બાળક

પોલીસે રેસ્ક્યુ કરેલા બાળકની સંભાળ 'SHE Team' રાખશે!
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2026, 06:43 AM IST

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયેલા નવજાત બાળકની સંભાળની મહત્વપૂર્ણ જવાબદારી હવે ‘શી ટીમ’ (SHE Team)ને સોંપવામાં આવી છે. માનવીય સંવેદના અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં શી ટીમે બાળકીના સર્વાંગી કલ્યાણ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ તાત્કાલિક હાથ ધરી છે.

સાધનસહાય પણ શી ટીમ દ્વારા પૂરી પાડવામાં આવશે

બાળકની દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બેબી ફૂડ, સેનિટરી સામગ્રી, નવા કપડાં તેમજ રમકડાં જેવી આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શી ટીમ દ્વારા બાળકીના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવશે અને તેના આરોગ્ય અંગે કોઈ પણ બેદરકારી ન રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં બાળકીના નિયમિત આરોગ્ય ચેકઅપ, જરૂરી તબીબી સારવાર અને સંપૂર્ણ દેખભાળ માટે જરૂરી આર્થિક સહાય તેમજ સાધનસહાય પણ શી ટીમ દ્વારા પૂરી પાડવામાં આવશે.

કરુણા અને જવાબદારીનો સંદેશ

આ સમગ્ર કામગીરીથી સમાજમાં માનવતા, કરુણા અને જવાબદારીનો સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે. અત્રે જણાવીએ કે, ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATS એ એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથધરીને બાળ તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો. સાથો સાથ એક બાળક સાથે આરોપીને દબોચી લીધો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now