Home Business Share Market Black Tuesday Investors Lose 6 Lakh Crore 5 Reasons

બજાર પર 'મંગળ' ભારે: બે લોકોએ ધ્રુજાવ્યું દુનિયાનું શેરબજાર : લાલચોળ થયું ભારતનું દલાલ સ્ટ્રીટ, 6 લાખ કરોડ સ્વાહા!

India Share Market
Published by: OBS Bureau
Last Updated: Jun 23, 2026, 11:56 AM IST

Share Market 23 June: મંગળવાર, 23 જૂનના રોજ ભારતીય શેરબજારમાં ભારે તબાહી મચી ગઈ. બંને મુખ્ય સૂચકાંકો એટલે કે BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી લાલ રંગમાં રંગાઈ ગયા. સેન્સેક્સ આશરે 898 પોઈન્ટ ઘટીને 76,200.68 પર બંધ થયો. શરૂઆતી તેજી બાદ સેન્સેક્સ ઉપલા સ્તરેથી લગભગ 1100 પોઈન્ટ તૂટી ગયો હતો. બીજી તરફ, નિફ્ટી 278.80 પોઈન્ટ ગબડીને 23,824.10 પર બંધ થયો. બજારમાં આવેલા આ કડાકાને કારણે રોકાણકારોને 5.77 લાખ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન ઘટીને 474 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો છે, ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે અને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) પણ ખૂલી ગયો છે, તેમ છતાં શેરબજારમાં આ કોહરામ કયા કારણે મચ્યો છે?

મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 'અમંગળ' જોવા મળ્યું. ટેક શેરોમાં ભારે વેચવાલીએ બજારને દબાણમાં લાવી દીધું. નિફ્ટી આઈટી (IT) ઈન્ડેક્સ 1.9 ટકા સુધી તૂટી ગયો. વિપ્રો, TCS અને ઈન્ફોસિસ જેવા મોટા સ્ટોક્સને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. બેંક નિફ્ટી અને મિડકેપ-સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ ભારે વેચવાલી હાવી રહી હતી.

Gold Silver Price Today : સતત બીજા દિવસે મોંઘું થયું સોનું, ચાંદીના ભાવમાં સ્થિરતા, જાણો આજનો લેટેસ્ટ દર

આ બે લોકોના રાજીનામાથી થઈ શરૂઆત

વાર્તાની શરૂઆત ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ (Alphabet)ના બે મોટા AI રિસર્ચર્સના રાજીનામાથી થઈ. આ બંનેએ આલ્ફાબેટ છોડીને હરીફ કંપનીમાં જવાનો નિર્ણય કર્યો. તમને કદાચ આ સામાન્ય રાજીનામું લાગી શકે છે, પરંતુ તેણે અમેરિકા સહિત એશિયાઈ બજારોમાં ભૂકંપ લાવી દીધો. દક્ષિણ કોરિયાનો મુખ્ય ઈન્ડેક્સ 'કોસ્પી' (Kospi) 9 ટકા સુધી તૂટી ગયો, જેના કારણે બજારમાં ટ્રેડિંગ રોકવું પડ્યું હતું.

3 કલાકમાં 23 લાખ કરોડ રૂપિયાનો ફટકો

આલ્ફાબેટના આ રાજીનામાને કારણે તેના શેરમાં આશરે 5% જેટલો ઘટાડો થયો. અમેરિકામાં ટેક શેરોની જોરદાર વેચવાલીએ બજારને વેરવિખેર કરી દીધું. આલ્ફાબેટના સ્ટોક્સ તૂટતાં જ રોકાણકારોના મનમાં AI સેક્ટરને લઈને ડર પેદા થઈ ગયો. એમેઝોનના શેર લગભગ 5% તૂટ્યા, તો મેટાના સ્ટોક્સમાં 2%નો ઘટાડો નોંધાયો. આઈટી શેરોમાં મચેલી તબાહીને કારણે નેસ્ડેક કમ્પોઝિટ (Nasdaq Composite) 1.32 ટકા ગબડી ગયો.

Meta નું CRED માં 900 મિલિયન ડોલરનું રોકાણ : ગુજરાતી મૂળના કુણાલ શાહ હવે WhatsAppના નવા બોસ

તબાહી એવી કે ટ્રેડિંગ રોકવું પડ્યું

આ રાજીનામાની આગ માત્ર અમેરિકાના બજાર પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ હજારો કિલોમીટર દૂર દક્ષિણ કોરિયા સુધી પહોંચી ગઈ. કોસ્પી (Kospi) 9 ટકા સુધી ક્રેશ થઈને 8,203.84 પર બંધ થયો. બજારમાં 20 મિનિટ સુધી ટ્રેડિંગ બંધ રાખવું પડ્યું હતું. દક્ષિણ કોરિયાનું શેરબજાર, જે છેલ્લા બે વર્ષથી AIની લહેર પર સવાર હતું, ત્યાં આ સમાચારે ભારે ઉથલપાથલ મચાવી દીધી. રોકાણકારોએ ત્યાં પ્રોફિટ બુકિંગ (નફો વસૂલવાનું) શરૂ કરી દીધું. સેમસંગ અને એસકે હાયનિક્સ જેવા સ્ટોક્સ તૂટવા લાગ્યા અને માત્ર 3 કલાકની અંદર રોકાણકારોના 23 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. રાજીનામાની આ લહેરે આખા એશિયાઈ બજારને પોતાની ઝપેટમાં લઈ લીધું.

એશિયાઈ બજારોમાં જોરદાર વેચવાલી જોવા મળી

દક્ષિણ કોરિયા ઉપરાંત જાપાન, ચીન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયાના બજારો પણ આજે દબાણમાં જોવા મળ્યા. આ બજારોની નબળાઈની અસર ભારતીય બજાર પર હાવી થઈ ગઈ. ભારતીય બજારમાં આઈટી શેર સૌથી વધુ તૂટ્યા. મેટલ શેરોમાં પણ નબળાઈ હાવી રહી. મંગળવારે બજારને કોઈ મોટો પોઝિટિવ ટ્રિગર ન મળ્યો, જેના કારણે રોકાણકારો બજારથી દૂર રહ્યા.

શેરબજારમાં મિશ્ર કારોબાર વચ્ચે વેદાંતાને મોટો ઝટકો : બજારમાં દબાણ છતાં આ શેરોએ બતાવ્યો દમ, જાણો ક્યાં છે કમાણીની તક

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની આશા બાદ, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થવાની આશંકાઓને કારણે ગ્લોબલ કોમોડિટી માર્કેટમાં મેટલના ભાવ પર દબાણ રહ્યું, જેનાથી નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3 ટકા સુધી ઘટી ગયો. આ બધા ઉપરાંત, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ની વેચવાલીએ બજારનો મૂડ બગાડ્યો હતો. વિદેશી રોકાણકારોએ બજારમાંથી 635.91 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા. સાથે જ, ડોલરની મજબૂતીના કારણે ભારતીય બજારમાં વેચવાલી હાવી રહી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now