Gujarat Politics: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર રાજકારણમાં સક્રિય થવા માટે લાંબા સમયથી મથામણ કરી રહ્યાં છે. એવામાં આ વખતે બાપુએ તીર સીધું રાહુલ ગાંધી તરફ ફેંક્યું છે. જાણો બાપુએ ભાજપ અને રાહુલ ગાંધીનું નામ લઇને એવું તો શું કહ્યું જે ચર્ચાનો વિષય બની ગયું.
"મને મયંક નાયકથી નફરત છે, પહેલાં પ્રશાંત કોરાટ અમને પગે પડતો": "તારી છઠ્ઠીનું ધાવણ તું બતાવજે, તારા જેવા 17 દુશ્મનોને પિન્ટુભાઈ પી ગયા" વાયરલ ઓડિયોથી ભાજપમાં ભૂકંપ
2027 પહેલાં ગુજરાત રાજકારણમાં બાપુની એન્ટ્રીની ચર્ચા તેજ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં રાજ્યના રાજકારણમાં ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નામ ચર્ચામાં આવ્યું છે. ખેડા જિલ્લાના નડિયાદમાં યોજાયેલી બેઠક દરમિયાન શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ, રાહુલ ગાંધી અને ભાજપને લઈને મોટું નિવેદન આપ્યું છે. વાઘેલાએ સ્પષ્ટ સંકેત આપ્યો કે જો કોંગ્રેસ ખરેખર ગુજરાતમાં ભાજપ સામે મજબૂત લડત આપવા માગતી હોય, તો પાર્ટીની રણનીતિ નવા સીરેથી ઘડવી પડશે.
ગુજરાતમાં સત્તા માટે ભાજપની 'તાનાશાહી': ચૈતર વસાવાએ દાહોદની ઘટના અંગે કર્યા આકરા પ્રહાર
“ભાજપ સામે ચપ્પાથી નહીં ચાલે”
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે તેમણે કોંગ્રેસ સુધી સંદેશો પહોંચાડ્યો છે કે ભાજપ સામે લડવું હોય તો પરંપરાગત રીતો પૂરતી નથી. તેમણે ઉપમા આપતા કહ્યું કે દાતણ હોય તો ચપ્પાથી કપાય, પરંતુ મોટું થડ હોય તો ચપ્પાથી કાપી શકાય નહીં. તેમના કહેવા પ્રમાણે ભાજપ સામે લડત આપવી હોય તો લાંબા ગાળાની તૈયારી, સંગઠન અને યોગ્ય ચહેરાઓની જરૂર છે. વાઘેલાએ કહ્યું કે આ કામ છેલ્લી ઘડીએ શક્ય નથી. ચૂંટણી નજીક આવે ત્યારે “તું ઉભો રહે, તું ઉભો રહે” જેવી સ્થિતિથી પરિણામ મળતું નથી. જેને લડવું હોય તેણે અત્યારથી મેદાનમાં ઊતરવું પડશે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફાંસીની સજા પામેલા ફરાર ગુનેગારને ઝડપી પાડ્યો: 1994 નો સનસનાટીભર્યો અરવિંદ શાહ હત્યા કેસ
રાહુલ ગાંધીને મોકલ્યો સંદેશ
વાઘેલાએ પોતાના નિવેદનમાં રાહુલ ગાંધીનું નામ લઈને કહ્યું કે તેમણે રાહુલ ગાંધીને કહેવડાવ્યું છે કે જો ભાજપને ગુજરાતમાંથી હટાવવામાં ખરેખર રસ હોય, તો પાર્ટી માટે તેઓ જે ડિઝાઇન અને રણનીતિ તૈયાર કરે, તે સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. તેમણે ઉમેર્યું કે તેમને પોતાને કોઈ પદ, ટિકિટ કે મુખ્યમંત્રીપદની ઇચ્છા નથી. મુખ્યમંત્રી કોને બનાવવો તે કોંગ્રેસ નક્કી કરે, પરંતુ ચૂંટણી જીતવા માટે માત્ર ઔપચારિકતા પૂરતી નથી.
“બ્રાન્ડેડ અને પ્રતિષ્ઠાવાળા લોકોને જોડવા પડશે”
શંકરસિંહ વાઘેલાના મતે સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા, આબરૂવાળા અને પ્રભાવશાળી લોકોને પાર્ટી સાથે જોડ્યા વિના ભાજપ સામે મજબૂત વિકલ્પ ઊભો થઈ શકે નહીં. તેમણે ખેડા જિલ્લાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જૂના સમયમાં કોંગ્રેસ સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત લોકો સમાજમાં પ્રભાવ ધરાવતા હતા અને લોકો તેમની વાત માનતા હતા. વાઘેલાએ કહ્યું કે રાજકારણમાં એવો ચહેરો જોઈએ જેના પર લોકો વિશ્વાસ કરે. સમાજમાં પ્રતિષ્ઠા ધરાવનાર વ્યક્તિ જે બાજુ ઊભી રહે, લોકો પણ તે બાજુ જવાનું પસંદ કરે છે.
વાયરલ ક્લિપ મુદ્દે મહેસાણાના રાજકારણમાં ગરમાવો: ભાજપ નેતા પિન્ટુ પટેલની અટકાયત
કોંગ્રેસ માટે સીધો સંદેશ
વાઘેલાનું આ નિવેદન ગુજરાત કોંગ્રેસ માટે રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનાત્મક રીતે નબળી પડી છે અને ભાજપ સતત ચૂંટણી જીતતું આવ્યું છે. આવી સ્થિતિમાં વાઘેલાનું નિવેદન એ દિશામાં છે કે માત્ર ચૂંટણી સમયે સક્રિય થવાથી ભાજપ સામે લડત શક્ય નથી. તેમના નિવેદનથી એ પણ ચર્ચા શરૂ થઈ છે કે શું શંકરસિંહ વાઘેલા ફરીથી સક્રિય ભૂમિકા ભજવવા માગે છે? તેઓ સીધી રીતે પદની માંગ નથી કરતા, પરંતુ રણનીતિ ઘડવાની તૈયારી દર્શાવી રહ્યા છે.
2027 પહેલાં રાજકીય હલચલના સંકેત
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હજુ સમય છે, પરંતુ ભાજપ સામે વિકલ્પ ઉભો કરવાની ચર્ચા અત્યારથી શરૂ થઈ ગઈ છે. શંકરસિંહ વાઘેલાના નિવેદનથી કોંગ્રેસની અંદર અને બહાર બંને જગ્યાએ ચર્ચા તેજ થઈ શકે છે. જો કોંગ્રેસ વાઘેલાની સલાહ અથવા રણનીતિને ગંભીરતાથી લે છે, તો 2027 પહેલાં રાજ્યના રાજકારણમાં નવા સમીકરણો સર્જાઈ શકે છે.
1 મિનિટ અને 43 સેકન્ડના વીડિયોમાં બાપુએ શબ્દસહ શું કહ્યું એ પણ વાંચોઃ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાંએ જણાવ્યુંકે, મૈં કોંગ્રેસને કહેવડાવ્યું છેકે, ભાજપની સામે લડવાનું છે. દાતણ હોય તો ચપ્પાથી કપાય, બહુ મોટું થડયું હોય તો ચપ્પાથી ના કપાય. ભાજપની સામે તમારે ચપ્પાથી ના ચાલે. ઓવર નાઇટ નથી થતું, તમારે આજે મથવું પડે. છેલ્લી ઘડીએ તું ઉભો રહે, તું ઉભો રહે એવું ના હોય, નક્કી કરો આજે જેને લડવું હોય આવે મેદાનમાં. ઓછી હરીફાઈ હશે, કારણકે, મહેનત કરવાની છે. મૈં રાહુલ ગાંધીને કહેવડાવ્યું છેકે, કે, તમારે જો ભાજપને કાઢવામાં રસ હોય તો હું જે પ્રમાણે ડિઝાઇન કરું પાર્ટીની એ તમારી તૈયારી હોય તો મને કહેજો. મારે કંઈ જોઈતું નથી, મારે કંઈ ટિકિટ નથી લેવી. મુખ્યમંત્રી કોણ થાય? તમારે જેને બનાવવા હોય એને બનાવજો. પણ આ બધુ એમનેમ ન થાય.
શંકરસિંહે વધુમાં કહ્યુંકે, બ્રાન્ડેડ માણસો, સમાજમાં જેની આબરૂ હોય, એ જે બાજુ હોય એ બાજુ લોકો જતા હોય છે. આપણે ખાલી વિધિ કરવાની નથી હોતી. સમાજમાં રેપ્યુટેશન જેનું હોય, ખેડા જિલ્લો તમને ખબર છે, જૂના પટેલો બધા ખાદીવાળા, કોંગ્રેસ O વાળા, બધા આબરૂવાળા. બારેજામાં અમારે હતા, વિષ્ણુ કશી અને બધા સુખી, આબરૂવાળા, પ્રતિષ્ઠાવાળા લોકો. એ કહે એમ લોકો જાય, પી ને ટલ્લી થઇને પડ્યા હોય ત્યાં કોઇ ના જાય. પીને બાવળિયા નીચે પડ્યા હોય, કેમ છે મિત્રો એમ કહેતા હોય ત્યાં બેસીને તો એની વાત કોઈ ના માને. પટેલ હોય તો લોકો એની વાત માને કે, યાર આ સાચું કહે છે.






