Home Gujarat Shankarsinh Vaghela Controversial Comment On Jain Community

'જૈન સમુદાય અહિંસાવાદી નહીં હિંસાવાદી છે' : જૈન સમાજ અંગે શંકરસિંહ વાઘેલાની વિવાદિત ટિપ્પણી!

'જૈન સમુદાય અહિંસાવાદી નહીં હિંસાવાદી છે'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 28, 2025, 01:57 PM IST

Shankarsinh Vaghela statement : જૈન સમાજને લઈને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ટિપ્પણીને કારણે રાજકીય અને સામાજિક વર્તુળોમાં વિવાદ ઉભો થયો છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, “અહિંસાનો પૂજારી કહેવાતો સમાજ હિંસાના પૂજારીઓને મત કેમ આપે છે?”

'જૈન સમુદાય પોતાને અહિંસાવાદી કહે છે, પરંતુ...'

શંકરસિંહ વાઘેલાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે, 'જૈન સમુદાય પોતાને અહિંસાવાદી કહે છે, પરંતુ વાસ્તવમાં તે હિંસાવાદી વિચારધારાને ટેકો આપે છે'. તેમણે કહ્યું કે, 'ભારતીય જનતા પાર્ટી ગાયના કતલ કરતી ફેક્ટરીઓ પાસેથી ફંડ મેળવે છે અને જૈન સમાજ આવી પાર્ટીને સપોર્ટ કરે છે'. તેમણે એવો પણ દાવો કર્યો કે 'ગાયોના કતલ કરવાની ફેક્ટરીઓ હિંદુઓની જ છે'.

રાજકીય માહોલ ગરમાયો

શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, 'ભારતીય જનતા પાર્ટી એક સમય ભીખારી પાર્ટી હતી અને લોકો પાસેથી 100 રૂપિયાની ભીખ માંગી પાર્ટી ચલાવતી હતી. તેમના આ નિવેદનો બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને વિવિધ પક્ષો તથા સમુદાયોમાંથી પ્રતિક્રિયાઓ આવવાની સંભાવના છે. આ સમગ્ર મામલે જૈન સમાજ અને ભાજપ તરફથી શું પ્રતિભાવ આવે છે તે તરફ સૌની નજર ટકી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now