Home Entertainment Shahrukh Khan Injured On The Sets Of King Leaves For America For Treatment Will Not Be Able To Shoot For So Many Months

KINGના સેટ પર શાહરૂખ ખાન ઈજાગ્રસ્ત : સારવાર માટે અમેરિકા રવાના, આટલા મહિના સુધી નહીં કરી શકે શૂટિંગ

KINGના સેટ પર શાહરૂખ ખાન ઈજાગ્રસ્ત
Published by: OBS Bureau
Last Updated: Jul 19, 2025, 07:50 AM IST

બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતાની આગામી એક્શન ફિલ્મ ‘કિંગ’ના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા છે. 59 વર્ષીય એક્ટર મુંબઈના ગોલ્ડન ટોબેકો સ્ટુડિયોમાં જ્યારે જબરદસ્ત એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓ દુર્ઘટનાગ્રસ્ત થયા.

મસલ્સમાં ઈજા, તાત્કાલિક સારવાર માટે વિદેશગમન

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઘટના બાદ શાહરૂખને તાત્કાલિક તબીબી સારવાર માટે અમેરિકા લઈ જવાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, “ઈજાની વિગતો છુપાવવામાં આવી છે, પરંતુ આ ગંભીર ઈજા નથી – શાહરૂખને સ્નાયુઓમાં ઇજા પહોંચી છે.”

શાહરૂખ છેલ્લા કેટલાક વર્ષોથી એક્શન દૃશ્યો દરમિયાન શરીર પર ભારે દબાણ સહન કરતા રહ્યા છે, જેના કારણે સમયાંતરે તેમને ઈજાઓ થતી રહી છે.

ડૉક્ટરનો સલાહ: એક મહિનો આરામ જરૂરી

રિપોર્ટ અનુસાર, સર્જરી બાદ ડૉક્ટરોએ શાહરૂખને મહીનાભર સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. તેથી ‘કિંગ’નું આગામી શેડ્યૂલ હવે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર 2025માં શરૂ થવાની શક્યતા છે.

ત્યારે સુધી ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મ સિટી, ગોલ્ડન ટોબેકો અને YRF સ્ટુડિયોમાં બુકિંગ રદ કરવામાં આવી છે.

યુરોપ અને ભારતમાં થવાનું છે શૂટિંગ

ફિલ્મ 'કિંગ'નું વિશાળ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર શૂટિંગ થવાનું છે. ફિલ્મના અનેક દૃશ્યો માટે ભારત અને યુરોપમાં લોકેશન પસંદ કરવામાં આવ્યા છે. હવે સમગ્ર શૂટિંગ સમયપત્રક ફરીથી તૈયાર કરવામાં આવશે, જેમાં શાહરુખના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવામાં આવશે.

શાહરુખ ખાનના ભૂતકાળના ઇજાઓનો ઈતિહાસ

આ પહેલીવાર નથી કે શાહરુખ ઘાયલ થયા હોય. અગાઉ:

ફિલ્મ ‘ડર’ (1993) દરમિયાન ત્રણ પાંસળી અને ઘૂંટણ તૂટી ગયા હતાં

‘કોયલા’ના શૂટિંગમાં પણ તેમને ગંભીર ઈજા પહોંચી હતી

‘ઇશ્ક કામીના’ (ફિલ્મ: શક્તિ) ગીતના શૂટ દરમિયાન પીઠમાં ઈજા, યુકેમાં સર્જરી

‘દુલ્હા મિલ ગયા’ દરમિયાન ડાબા ખભામાં ઈજા થઈ હતી

શાહરુખ હંમેશાં પોતાની ભૂમિકા માટે શરીર સીમા સુધી દાવ પર લગાવતાં આવ્યા છે – અને તે જ વાત ફરીવાર સાબિત થઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now