Home Entertainment Shahrukh Khan First Salary Taj Mahal Net Worth

50 રૂપિયાથી શરૂ થયેલી સફર આજે હજારો કરોડો સુધી પહોંચી : જીવન જીવવાની શીખ આપનારી પ્રેરણાદાયી સફર

50 રૂપિયાથી શરૂ થયેલી સફર આજે હજારો કરોડો સુધી પહોંચી
Published by: OBS Bureau
Last Updated: Nov 02, 2025, 04:46 AM IST

બોલિવૂડના ‘બાદશાહ’ શાહરૂખ ખાન આજે એવું નામ છે, જેની ઓળખ માટે કોઈ પરિચય જરૂરી નથી. ભારતમાં જ નહીં, વિશ્વભરમાં તેમની ફેન ફોલોઇંગ છે. દર વર્ષે તેમનો જન્મદિવસ વૈભવી રીતે ઉજવાય છે — એટલાં સુધી કે દુબઈની બુર્જ ખલીફા પર પણ તેમના માટે લાઈટ શો થાય છે.

અલીબાગમાં પરિવાર સાથે શાંતિપૂર્ણ ઉજવણી

આ વર્ષે શાહરૂખ ખાન અલીબાગ ખાતે પરિવાર અને નજીકના મિત્રો સાથે જન્મદિવસ ઉજવી રહ્યા છે. કારણ કે, તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાન ‘મન્નત’માં હાલ નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે.

આ ખાસ અવસરે, ચાહકોમાં ફરી એક વાર ચર્ચા છે શાહરૂખની પ્રથમ કમાણી અને તે સાથે જોડાયેલી રસપ્રદ યાદોની.

પહેલી કમાણીથી તાજમહેલની સફર

અભિનય પહેલાંના દિવસોમાં શાહરૂખ ખાનએ અનેક નાના કામ કર્યા હતા. એકવાર તેમને મ્યુઝિકલ શોમાં લોકોને બેઠકો બતાવવાનું કામ મળ્યું હતું, જે માટે માત્ર ₹50 મળ્યા હતા. એ પૈસા મળતાં જ તેમણે નક્કી કર્યું “હવે હું તાજમહેલ જોઈને જ રહીશ.”

એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, “હું તાજમહેલ ફક્ત એક વાર જ ગયો છું. તે પણ મારી પહેલી કમાણીથી.”

ગુલાબી લસ્સી અને તબિયત ખરાબ થવાની ઘટના

તાજમહેલ પહોંચીને તેમણે ત્યાં મળતી ગુલાબી લસ્સી પીધી, જેમાં એક માખી પડી ગઈ હતી. લસ્સી પીધા પછી તેમની તબિયત બગડી ગઈ અને આગ્રાથી દિલ્હી સુધીની ટ્રેન મુસાફરીમાં સતત ઉલ્ટીઓ થતી રહી. હસતાં-હસતાં તેમણે કહ્યું હતું કે, “તાજમહેલ સામે હું એક ફોટો પણ લઈ શક્યો નહીં!”

આજે કરોડોના માલિક

એક સમયે 50 રૂપિયાથી તાજમહેલ જોનારા શાહરૂખ આજે ₹12,490 કરોડની નેટવર્થ ધરાવે છે. હુરુન ઈન્ડિયા રિપોર્ટ અનુસાર તેઓ દેશના સૌથી ધનિક સેલિબ્રિટીઝની યાદીમાં પ્રથમ ક્રમે છે.

‘કિંગ’ ફિલ્મ સાથે ચાહકોમાં ઉત્સાહ

શાહરૂખ હાલમાં પોતાની નવી ફિલ્મ ‘કિંગ’ને લઈને ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ ફિલ્મમાં તેઓ ફરી એકવાર દીપિકા પાદુકોણ સાથે સ્ક્રીન શેર કરશે. અહેવાલો મુજબ, આજે ફિલ્મનું ટાઈટલ અને પોસ્ટર જાહેર થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now