Home Entertainment Shah Rukh Khans Son Aryan Khans Official Entry Into Bollywood

શાહરૂખના પુત્ર આર્યન ખાનની બોલીવુડમાં સત્તાવાર એન્ટ્રી : ધ બેડ્સ ઓફ બૉલીવુડનો પહેલો વીડિયો આઉટ

શાહરૂખના પુત્ર આર્યન ખાનની બોલીવુડમાં સત્તાવાર એન્ટ્રી
Published by: OBS Bureau
Last Updated: Aug 17, 2025, 07:37 AM IST

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનનો મોટો દીકરો આર્યન ખાન હવે ડાયરેક્ટર તરીકે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલીવુડ’નો ફસ્ટ લૂક નેટફ્લિક્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો.

ઝલક જોઈ ચાહકોમાં ઉત્સાહ

  • નેટફ્લિક્સ ઇન્ડિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પેજ પર આ સિરીઝની ઝલક શેર કરી.

  • પોસ્ટમાં લખાયું: “શું આ વધારે પડતું છે? તેની આદત પાડો. ધ બેડ્સ ઓફ બોલિવૂડ પ્રીવ્યૂ 20 ઓગસ્ટે આવી રહ્યું છે.”

  • ફર્સ્ટ લૂક સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં આર્યનની સિરીઝને લઈ ચર્ચા તેજ થઈ ગઈ છે અને ચાહકો તેને રિલીઝ પહેલાં જ સુપરહિટ કહી રહ્યા છે.

શાહરૂખ ખાનનો કેમિયો

આર્યન ખાનની આ વેબ સિરીઝમાં તેના પિતા શાહરૂખ ખાનનો પણ જબરદસ્ત કેમિયો જોવા મળશે.
શાહરૂખે ગઈકાલે તેમના “Ask SRK”માં જણાવ્યું હતું કે –
“મૈં તો હૂં હી, હક સે…”
તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટમાં તેમના ઘણા પ્રિય મિત્રો પણ જોવા મળશે.

રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટનું પ્રોડક્શન

  • સિરીઝનું પ્રોડક્શન ગૌરી ખાન દ્વારા રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ થયું છે.

  • ચાહકો માટે 20 ઓગસ્ટે ‘બેડ્સ ઓફ બોલીવુડ’નું પ્રીવ્યૂ આવશે, જ્યારે તેની સ્ટ્રીમિંગ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર શરૂ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now