Home Sports Shafali Vermas World Record Leaving Behind Veteran Players

IND-W vs SL-W; Shafali Verma નો વર્લ્ડ રેકોર્ડ! : શ્રીલંકા સામે ભારતની શાનદાર જીત, દિગ્ગજ ખેલાડીઓને છોડ્યા પાછળ

IND-W vs SL-W; Shafali Verma નો વર્લ્ડ રેકોર્ડ!
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 08:18 AM IST

Shafali Verma's world record: વિશાખાપટ્ટનમમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિસ્ફોટક ઓપનર શેફાલી વર્માએ ફરી એકવાર ક્રિકેટ જગતમાં પોતાનો ડંકો વગાડ્યો છે. શ્રીલંકા સામેની બીજી T20I મેચમાં વિસ્ફોટક બેટિંગ કરીને શેફાલીએ એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે 22 વર્ષની ઉંમર પહેલા T20I ક્રિકેટમાં સૌથી વધુ હાફ-સેંચુરી ફટકારનાર પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે.

દિગ્ગજોને છોડ્યા પાછળ

શેફાલી વર્માએ માત્ર 21 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેને વેસ્ટ ઈન્ડિઝની દિગ્ગજ Stafanie Taylor અને આયર્લેન્ડની Gaby Lewis જેવી ખેલાડીઓને પાછળ છોડી દીધી છે.

ખેલાડીનું નામ

દેશ

હાફ-સેંચુરીની સંખ્યા

શેફાલી વર્મા

ભારત

12

સ્ટેફની ટેલર

વેસ્ટ ઇન્ડીઝ

10

ગેબી લુઇસ

આયર્લેન્ડ

10

જેમીમાહ રોડ્રિગ્સ

ભારત

07

મેચ હાઇલાઇટ્સ: શ્રીલંકા સામે ભારતનો ભવ્ય વિજય

વિશાખાપટ્ટનમમાં રમાયેલી શ્રેણીની બીજી મેચમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટથી હરાવીને શ્રેણીમાં 2-0ની મજબૂત લીડ મેળવી લીધી છે.

શ્રીલંકાનો સ્કોર

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 128 રન બનાવ્યા હતા. હર્ષિતા સમરવિક્રમાએ 33 અને ચમારી અથાપથુ 31 રન ફટકાર્યા હતા. ભારતીય બોલિંગમાં વૈષ્ણવી શર્મા અને શ્રી ચારાનીએ શાનદાર બોલિંગ કરતા 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્નેહ રાણા અને ક્રાંતિ ગૌડને 1-1 સફળતા મળી હતી.

શેફાલીની વિસ્ફોટક ઇનિંગ; 27 બોલમાં ફિફ્ટી

ભારતીય ટીમ ચેસ કરતી વખતે ભારતીય ટીમ માટે શેફાલીએ આક્રમક શરૂઆત કરી હતી. તેને માત્ર 27 બોલમાં પોતાની હાફ-સેંચુરી પૂરી કરી હતી, જે શ્રીલંકા સામે કોઈપણ ભારતીય ખેલાડી દ્વારા બીજી સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી છે. શેફાલીએ કુલ 34 બોલમાં 69 રન (11 ચોગ્ગા, 1 છગ્ગો) ફટકાર્યા હતા. જેમીમાહ રોડ્રિગ્સે પણ 26 રન ફટકારીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારતે આ લક્ષ્ય માત્ર 11.5 ઓવરમાં જ ચેસ કરી લીધો હતો.

શેફાલી વર્માના સ્ટૅટસ

મેચ: 92

કુલ રન: 2,299

એવરેજ: 26.73

હાફ-સેંચુરી: 12

આગામી મેચ

પાંચ મેચની આ સીરિઝની ત્રીજી મેચ 26 ડિસેમ્બરે તિરુવનંતપુરમ ખાતે રમાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now