Home Gujarat Seven Day Warning Meteorological Department Predicts Heavy Rain

સાત દિવસ સાવધાન : દક્ષિણમાં યલો, અડધા સૌરાષ્ટ્રમાં ગ્રીન, પણ વરસાદનો પડશે જ

સાત દિવસ સાવધાન
Published by: OBS Bureau
Last Updated: Jun 20, 2025, 05:02 AM IST

7 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે ગુજરાત માટે જાહેર કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં મેઘમહેર થવાની પૂરી શક્યતા છે. તંત્રએ લોકોને સાવચેત રહેવા અને જરૂર ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવાની અપીલ કરી છે. સાથે જ દરિયાકાંઠા વિસ્તારોના માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની ચીમકી આપવામાં આવી છે.

આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી:

દક્ષિણ ગુજરાત:
નવસારી, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલી
અહીં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

મધ્ય અને પૂર્વ ગુજરાત:
દાહોદ, મહીસાગર, ભરૂચ, તાપી અને સુરત
વરસાદી ઝાપટાં સાથે વીજળીની પણ શક્યતા છે.

મધ્ય અને ઉત્તર ગુજરાત:
અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, અરવલ્લી
અહીં ધોધમાર વરસાદ વરસવાની શકયતા જણાવાઈ છે.

મચ્છીમારો માટે ચેતવણી:
હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પવનની સાથે ઊંચી મોજાની શક્યતા દર્શાવતા આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે. ખાસ કરીને સાગરકાંઠા અને કચ્છ વિસ્તારમાં મોટી લહેરો ઉઠી શકે છે.

તંત્ર સજ્જ:
સ્થાનિક તંત્રોએ NDRF તેમજ SDRF ટીમોને સક્રિય રાખી છે. જરૂરિયાત મુજબ રાહત અને બચાવ કામગીરી માટેના સર્વ સાધનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. નાગરિકોને પખવાડિયાની અંદર ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકો માટે આગોતરી સુચનાઓ પણ અપાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now