Home Gujarat Serious Accident On Waghawadi Road In Bhavnagar

ભાવનગરમાં વાઘાવાડી રોડ પર ગંભીર અકસ્માત : કાર ચાલકે મહિલાને લીધી અડફેટે, સારવાર દરમિયાન થયું મોત

ભાવનગરમાં વાઘાવાડી રોડ પર ગંભીર અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Dec 11, 2025, 12:15 PM IST

Bhavnagar Accident News : ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ પર થયેલા અકસ્માતમાં એક મહિલાનું કરૂણ અવસાન થયું છે. ગત રાત્રે પગપાળા ઘરે જઈ રહેલી મહિલાને એક અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધી, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતમાં મહિલાનું મોત

સ્થાનિક લોકોએ તરત જ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ દુર્ભાગ્યે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. ત્યારબાદ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

લોકોમાં શોક અને ચિંતા

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક મહિલાની ઓળખ કાળીયાબીડ વિસ્તારમાં રહેતી સોનલબેન તરીકે થઈ છે. બીજી તરફ ઘટના સ્થળના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની સંપૂર્ણ ઘટના કેદ થઈ છે. હાલ પોલીસ ફૂટેજના આધારે અજાણ્યા કાર ચાલકની શોધમાં તપાસ આગળ ધપાવી રહી છે. શહેરમાં બનેલી આ દુઃખદ ઘટનાથી લોકોમાં શોક અને ચિંતા છવાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
બાપુનગરમાં જીગર કાઠીયાવાડીનો આતંક
ભાજપ કાલથી ઉમેદવારના સેન્સ લેવાનું શરૂ કરશે
દારૂને લઈને ગુજરાત સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય
ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય
PM Modi Gujarat Visit; ટેક્નોલોજી હબ બનશે ગુજરાત