Home Gujarat Serious Accident Between Two Trucks In Godhra Panchmahal

પંચમહાલના ગોધરામાં બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત : ટ્રકમાં લાગી ભીષણ આગ, ટ્રક ચાલક જીવતા ભડથું!

પંચમહાલના ગોધરામાં બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 09, 2026, 05:24 AM IST

Panchmahal Two Truck Accident : પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક ડોક્ટરના મુવાડા પાસે બે ટ્રક વચ્ચે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સામસામે આવી રહેલી બે ટ્રકો એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે બંને ટ્રકોમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે એક ટ્રકના ચાલકનું આગમાં બળી જતા કરુણ મોત નીપજ્યું હતું.

મુવાડા પાસે બે ટ્રક વચ્ચે થયો અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા થી અમદાવાદ તરફ અલગ અલગ કંપનીના આઈસ્ક્રીમ લઈને જઈ રહેલી એક ટ્રક અચાનક નિયંત્રણ ગુમાવી ડિવાઇડર તોડી સામેની દિશામાં આવી રહેલી અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. સામસામે બંને ટ્રકો અથડાતા જ બંને વાહનોમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ અકસ્માતમાં એક ટ્રક ચાલકનું આગમાં બળી જવાથી મોત થયું છે, જ્યારે અન્ય ટ્રકના ચાલક તેમજ અન્ય એક વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

પોલીસે હાથધરી તપાસ

આ ભયાનક અકસ્માતને લઈને પોલીસ દ્વારા પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત કેવી રીતે થયો અને તેમાં વધુ કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ અકસ્માતના કારણે વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now