Home Gujarat Second Case On Hmpv Registered In Ahmedabad

અમદાવાદમાં વધુ એક કેસ : અમદાવાદનો માસૂમ બાળક આવ્યો HMPVની ઝપેટમાં, જાણો કુલ કેટલા કેસ નોંધાયા

અમદાવાદમાં વધુ એક કેસ
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2025, 02:19 PM IST

અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. વસ્ત્રાપુરના વૃદ્ધ બાદ હવે નવ મહિનાના બાળકને આ ચેપ લાગ્યો છે.સાઉથ બોપલના બાળકને 6 જાન્યુઆરીએ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જેનો 9 જાન્યુઆરીએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું. જ્યાં તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં HMP વાયરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. આ દર્દીની કોઈ પ્રવાસની હિસ્ટ્રી નથી.

HMPVના લક્ષણો
તાવ
ખાંસી
શ્વાસની તકલીફ
ગળામાં દુખાવો
નાકમાંથી પાણી વહેવું

HMPVથી બચવા આટલું કરો
HMPV વાયરસના ચેપથી થતા લક્ષણો સામાન્ય છે જેમ કે શરદી અને તાવ. તે ઉધરસ અને છીંક દરમિયાન છોડવામાં આવતા વાયરસના કણો દ્વારા અન્ય લોકોમાં ફેલાઈ શકે છે. આ સિવાય હાથ મિલાવવા, ગળે લગાડવા અને એકબીજાને સ્પર્શ કરવાથી પણ ચેપ ફેલાઈ શકે છે.ચેપગ્રસ્ત વ્યક્તિથી અંતર જાળવવું જોઈએ અને ખાંસી કે છીંક આવતી વખતે મોંને કપડાથી ઢાંકવું જોઈએ. 20 સેકન્ડ માટે સાબુ અને પાણીથી હાથ ધોવા અને માસ્ક પહેરવું એ પણ સલામતીના પગલાં છે. આ સિવાય જો કોઈ વ્યક્તિને ચેપ લાગ્યો હોય તો વાસણો વહેંચવાનું પણ ટાળવું જોઈએ.

HMPVની દવા શું છે?
આ વાયરસનો શિકાર ખાસ કરીને બાળકો અને વૃદ્ધો વધારે બને છે. એટલે તેમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હાલ HMPVની કોઈ ખાસ દવા ઉપલબ્ધ નથી. તેનાથી બચવા માટે કોઈ એન્ટી વાયરસ દવા પણ નથી. સર્દી-ખાંસીની દવાઓથી તેની સારવાર કરી શકાય છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now