Home International Sant Samaj Talks Legal Action Against Swiggy And Zomato Online Delivery Non Veg

પ્રતિબંધ છતાં મથુરા-વૃંદાવનમાં નોનવેજ ફૂડનું વેચાણ : સાધુ-સંતોમાં રોષ

પ્રતિબંધ છતાં મથુરા-વૃંદાવનમાં નોનવેજ ફૂડનું વેચાણ
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2025, 04:35 PM IST

ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવનમાં નોનવેજ ફૂડ ઓનલાઈન ડિલિવરી માધ્યમથી વેચાઈ રહ્યું છે. જેના કારણે સાધુ-સંતોમાં ભારે નારાજગી છે. સ્વિગી પછી ઝોમેટો પણ નોન-વેજ ફૂડની ઓનલાઈન ડિલિવરી શરૂ કરી રહ્યું છે. સંતોના જણાવ્યું અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશનો ભંગ કરવામાં આવી રહ્યો છે. સંતો તરફથી કહેવામાં આવ્યું છે કે જો કંપનીઓ બંધ નહીં કરે સાધુ-સંત સમાજ કાયદેસરની કાર્યવાહી કરશે. ઓનલાઈન માધ્યમથી ફૂડની ઘરે ઘરે ડિલિવરી કરવામાં આવે છે. હવે આ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે કોર્ટ એ તમામ કંપની સામે લાલ આંખર કરશે જે ઓનલાઈન માધ્યમથી નોનવેજ ફૂડ પહોંચાડી રહી છે, જેના માટે થઈને વૃંદાવનમાં એક મોટી બેઠક યોજાઈ છે.

વૃંદાવન એક ધાર્મિક શહેર છે. અહીં લાખો લોકો પોતાના આરાધ્યના દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે. પરંતુ આ ભક્તોમાં કેટલાક લોકો એવા પણ છે જે અહીં દર્શન કરવાના બહાને આવે છે અને પછી ખોટા કામો કરે છે.

સંતોમાં રોષ, નારાજગી વ્યક્ત કરી
સમગ્ર મામલે ધર્મ રક્ષક સંઘે બેઠકનું આયોજન કર્યું. 'પવિત્ર ભૂમિ વૃંદાવનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ પણ અહીં નોનવેજ સપ્લાય કરવામાં આવી રહ્યું છે. જે સદંતર ખોટું છે' . થોડા દિવસ પહેલા સ્વિગી દ્વારા નોનવેજની ડિલિવરી કરવામાં આવી હતી. જે પછી ડિલિવરી બોયએ નોકરી છોડી દિધી હતી. ધર્મ રક્ષા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સૌરભ ગૌરે આના પર રિયાલિટી ચેક કર્યું અને Zomatoના માધ્યમથી નોનવેજ ફૂડનો ઓર્ડર આપવામાં આવ્યો જે પછી 40 મિનિટમાં તેમના ઘરે પહોંચી ગયું. જે બાદ ભારે રોષ જોવા મળ્યું.

ધર્મ રક્ષા સંઘની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો
હનુમાન ટેકરી, રમણ રેતી, વૃંદાવન ખાતે મહંત દશરથદાસ મહારાજની અધ્યક્ષતામાં ધર્મ રક્ષા સંઘની ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં તમામ સંતો અને અધિકારીઓએ વૃંદાવન જેવા ધાર્મિક અને પવિત્ર સ્થાનમાં ઈંડા, માંસ, માછલી અને દારૂના વેચાણ સામે રોષ વ્યક્ત કર્યો.

કાયદેસરની કાર્યવાહીની કરી વાત
ધર્મ રક્ષા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સૌરભ ગૌરે જણાવ્યું હતું કે ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી કંપનીઓ મથુરાથી વૃંદાવન સુધી નોનવેજ ફૂડ પર કોઈપણ પ્રતિબંધ વગર સપ્લાય કરે છે. જે વૃંદાવનની ધાર્મિક અને પવિત્ર છબીને ખતમ કરવાનું ષડયંત્ર છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં આ બંને કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક