Home Entertainment Sanskriti Jayana Anandiben Patel Granddaughter Bollywood Debut Krishnavataram

આનંદીબેન પટેલની દોહિત્રીનું બોલિવૂડમાં ગ્રાન્ડ ડેબ્યૂ : સત્યભામાના પાત્રમાં જોવા મળશે પાટીદાર પરિવારની દીકરી

Sanskriti Jayana, Krishnavataram Part-1
Published by: Nirali Gohil
Last Updated: May 06, 2026, 10:13 AM IST

Bollywood Debut: ગુજરાતના રાજકારણમાં જેમનું નામ આદરપૂર્વક લેવાય છે તેવા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પરિવારમાંથી એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. આનંદીબેનની દોહિત્રી સંસ્કૃતિ જયના હવે બોલિવૂડના રૂપેરી પડદે પોતાનો જાદુ વિખેરવા માટે સજ્જ છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે ફિલ્મ 'કૃષ્ણાવતારમ પાર્ટ-1' નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે, જેમાં સંસ્કૃતિ એક મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવી રહી છે.

ભગવાન શ્રીકૃષ્ણના જીવન પર આધારિત ફિલ્મમાં 'સત્યભામા'નું પાત્ર

શ્રીકૃષ્ણના જીવનના વિવિધ પાસાઓને ઉજાગર કરતી ફિલ્મ 'કૃષ્ણાવતારમ પાર્ટ-1' માં સંસ્કૃતિ જયના ભગવાન શ્રીકૃષ્ણની પત્ની 'સત્યભામા'ના પાત્રમાં જોવા મળશે. ટ્રેલર લોન્ચ થતા જ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા તેજ બની છે. આ ફિલ્મ આગામી 7 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. પૌરાણિક કથા પર આધારિત આ મોટા પ્રોજેક્ટ દ્વારા પાટીદાર પરિવારની આ દીકરી ગ્લેમર વર્લ્ડમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે.

Met Gala 2026: ઈશા અંબાણીએ પહેર્યું ગુજરાતી જ્વેલરે બનાવેલું રત્નજડિત બ્લાઉઝ

માતા અનાર પટેલ થયા ભાવુક: દીકરીના સંઘર્ષને બિરદાવ્યો

સંસ્કૃતિની આ સિદ્ધિ પર તેની માતા અને જાણીતા સામાજિક કાર્યકર અનાર પટેલ અત્યંત ભાવુક જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરતા અનાર પટેલે દીકરીની લગન, હિંમત અને કલા પ્રત્યેના પ્રેમને બિરદાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે,અનાર પટેલ 'ગ્રામશ્રી ફાઉન્ડેશન' દ્વારા મહિલા સશક્તિકરણનું કાર્ય કરે છે, અને હવે તેમની દીકરી કલાના ક્ષેત્રમાં પરિવારનું નામ રોશન કરવા જઈ રહી છે.

અનુપમ ખેરના વાળ પર ભાજપ નેતાની ટિપ્પણીથી વિવાદ: અભિનેતાએ આપ્યો જવાબ

મોડલિંગથી એક્ટિંગ સુધીની સફર

સંસ્કૃતિ જયના (જેનું અસલી નામ સંસ્કૃતિ પટેલ છે) વ્યવસાયે એક મોડલ અને ડિઝાઈનર પણ છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય રહે છે અને લાખોની સંખ્યામાં ફેન ફોલોઈંગ ધરાવે છે. વર્ષ 2023 માં તેણે આદિત્ય સીલના મ્યૂઝિક વીડિયો 'રૂપ રાધા' માં કામ કરીને પોતાની એક્ટિંગની ઝલક બતાવી હતી. તેની સ્ટાઈલિશ ફેશન સેન્સ અને ટ્રાવેલ ફોટોગ્રાફ્સ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે.

શાહરુખ ખાનની ‘King’ માં દીપિકા પાદુકોણની એન્ટ્રી?: કેપટાઉનમાં શૂટિંગના વીડિયોથી ચર્ચા તેજ

ગુજરાતની ધરતી પર થયું છે ફિલ્મનું શૂટિંગ

આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેનું મોટાભાગનું શૂટિંગ ઉત્તર ગુજરાતના વીસનગર અને તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. દર્શકોને આ ફિલ્મમાં ગુજરાતની પ્રાકૃતિક સુંદરતા અને સાંસ્કૃતિક ધરોહરના દર્શન પણ થશે. સ્થાનિક લોકેશન પર શૂટિંગ થવાને કારણે આ ફિલ્મ સાથે ગુજરાતી દર્શકોનું જોડાણ વધુ મજબૂત બનશે તેવી આશા છે.

'Met Gala'માં છવાઈ ગઈ શ્લોકા અંબાણીની બહેન દિયા!: ઈશા સાથે બતાવ્યો શોલા આર્ટ અને કાંજીવરમ સાડીનો અનોખો અંદાજ!

અભિનયની સાથે પ્રોડક્શનમાં પણ મજબૂત પકડ

સંસ્કૃતિ માત્ર કેમેરાની સામે જ નહીં, પણ કેમેરાની પાછળ પણ એટલી જ સક્રિય છે. તે આ ફિલ્મમાં માત્ર અભિનેત્રી તરીકે જ નથી, પરંતુ પ્રોડક્શનમાં પણ ભાગીદાર છે. તે પૂનમ શ્રોફ, પાર્થ ગજ્જર અને ડાયરેક્ટર હાર્દિક ગજ્જર સાથે 'અથશ્રીકથા મોશન પિક્ચર્સ LLP' માં પાર્ટનર છે. એક્ટરની સાથે ક્રિએટિવ સ્ટેકહોલ્ડર તરીકેની તેની આ બેવડી ભૂમિકા દર્શાવે છે કે તે સિનેમાના દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now