Home Entertainment Salman Khan New 6 Storey House Bandra Approved Mczma

સલમાન ખાનના નવા 6 માળના આલીશાન ઘરને મળી લીલી ઝંડી : ગેલેક્સી એપાર્ટમેન્ટ્સ પછી સલમાન ખાનનું નવું આલીશાન ઘર

Approval received for Salman Khan's new 6 floor house
Image Credit: Pinterest
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 27, 2026, 12:06 PM IST

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) ના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈના પોશ ગણાતા બાંદ્રા (Bandra) વિસ્તારમાં સલમાન ખાનના નવા 6 માળના આલીશાન ઘરના બાંધકામને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCZMA) દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. અત્યાર સુધી સલમાન ખાન પોતાના પરિવાર સાથે બાંદ્રાના પ્રખ્યાત 'ગેલેક્સી એપાર્ટમેન્ટ્સ' (Galaxy Apartments) માં રહે છે, પરંતુ હવે ટૂંક સમયમાં તેઓ આ નવા ઘરમાં શિફ્ટ થઈ શકે છે.

માતા સલમા ખાનના નામે છે જમીન

મળતી માહિતી મુજબ, બાંદ્રા વેસ્ટમાં કાર્ટર રોડ (Carter Road) પર આવેલી આ કિંમતી જમીન સલમાન ખાનની માતા સલમા ખાન (Salma Khan) ના નામે નોંધાયેલી છે. આ પ્રોપર્ટી કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ-II) હેઠળ આવતી હોવાથી તેના બાંધકામ માટે ખાસ પરવાનગી લેવી જરૂરી હતી, જે હવે સત્તાવાર રીતે મળી ગઈ છે. આ પ્લાન મુજબ અહીં એક આધુનિક કોમર્શિયલ કમ રેસિડેન્શિયલ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે.

બિલ્ડિંગમાં શું ખાસ હશે?

રિપોર્ટ્સ અનુસાર, આ નવી 6 માળની ઇમારતમાં આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે:

  • ગ્રાઉન્ડ ફ્લોર: અહીં એક શાનદાર કેફે (Cafe) બનાવવાનું આયોજન છે.

  • 1 લો અને 2 જો માળ: આ બંને માળનો ઉપયોગ કોમર્શિયલ હેતુ એટલે કે ઓફિસ સ્પેસ તરીકે થઈ શકે છે.

  • 3 જો થી 6 ઠ્ઠો માળ: આ ઉપરના 4 માળ સંપૂર્ણપણે રહેણાંક (Residential) હશે, જેમાં સલમાન ખાનનો પરિવાર રહેશે.

  • બેઝમેન્ટ: ગાડીઓના પાર્કિંગ માટે બિલ્ડિંગમાં ડબલ બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: બોલીવુડ ફિલ્મોનું સૌથી 'મનહુસ' ટાઇટલ | ફિલ્મનું આ ટાઇટલ જેણે-જેણે રાખ્યું એ બધા બરબાદ થઇ ગયા! | Offbeat Stories

સુરક્ષાના કારણોસર પણ મહત્વનો નિર્ણય

છેલ્લા કેટલાક સમયથી ગેલેક્સી એપાર્ટમેન્ટ્સની બહાર બનેલી સુરક્ષા સંબંધી ઘટનાઓને જોતા સલમાન ખાનની સિક્યોરિટી સતત વધારવામાં આવી છે. ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં સલમાન ખાન માત્ર 1 BHK ફ્લેટમાં રહે છે, જ્યાં જગ્યા મર્યાદિત છે. આ નવી બિલ્ડિંગ વધુ સુરક્ષિત અને ખાનગી હશે, જે સુપરસ્ટારની સુરક્ષા વ્યવસ્થાને જાળવવામાં પણ ઘણી મદદરૂપ સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now