Home Sports Sanju Samsons Century 7 Sixes 14 Fours

Sanju Samson ની સેંચુરી, 7 સિક્સર, 14 ફોર : એશિયા કપ પહેલા સંજુ એ બનાવ્યું શતક, ઇંડિયન ટીમના હેડ કોચ અને કેપ્ટન ચિંતિત

Sanju Samson ની સેંચુરી, 7 સિક્સર, 14 ફોર
Published by: OBS Bureau
Last Updated: Aug 25, 2025, 07:10 AM IST

Sanju Samson Century: કેરળ પ્રીમિયર લીગમાં સંજુ સેમસને શાનદાર શતક ફટકાર્યું. કોચી બ્લુ ટાઇગર્સ પાસે જીત માટે 237 રનનો લક્ષ્યાંક હતો. સંજુ સેમસન ઇનિંગ ઓપન કરવા આવ્યો અને આવતાની સાથે જ તેણે શાનદાર શોટ્સ મારવાના શરૂ કરી દીધા. સંજુએ પહેલા 16 બોલમાં પોતાનો અર્ધ શતક પૂરો કર્યો, ત્યારબાદ તેણે 42 બોલમાં સેંચુરી ફટકારી. સેમસને 51 બોલમાં 121 રનની ઇનિંગમાં 7 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા. એશિયા કપ પહેલા સંજુ સેમસનના આ ફોર્મના સમાચાર ટીમ ઈન્ડિયા માટે એક સારો સંકેત છે પરંતુ, તેનાથી ટીમ ઇન્ડિયાના હેડ કોચ અને કેપ્ટનનું ટેન્શન વધ્યું હશે. જાણો કઈ રીતે?

એશિયા કપ પહેલા સંજુ સેમસનની સેંચુરી

ક્રિકેટ એશિયા કપ 9 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થશે. સંજુ સેમસનનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેની સાથે જીતેશ શર્મા બીજા વિકેટ કીપર છે. શરૂઆતમાં સંજુ સેમસનને પ્લેઇંગ 11નો ભાગ બનાવવામાં આવશે તે લગભગ નક્કી છે, પરંતુ તેની બેટિંગ પોઝિશન એક પ્રશ્ન રહે છે. વાસ્તવમાં, સેમસન લાંબા સમયથી અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરી રહ્યો છે, પરંતુ તે સમયે શુભમન ગિલ રમી રહ્યો ન હતો. ટીમની જાહેરાત સમયે ચીફ સિલેક્ટર અજિત અગરકરે કહ્યું હતું કે, ગિલની ગેરહાજરીમાં સંજુ સેમસન ઓપનિંગ કરી રહ્યો હતો, હવે ગિલ પાછો ફર્યો છે. શુભમન ગિલને એશિયા કપમાં ટીમ ઈન્ડિયાના ઉપ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે, તે અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરશે તે લગભગ નિશ્ચિત છે.

સંજુ સેમસન છઠ્ઠા નંબર પર ફ્લોપ

આ પહેલા રમાયેલી મેચમાં સંજુ સેમસન છઠ્ઠા નંબર પર બેટિંગ કરી હતી, પરંતુ તે ફ્લોપ રહ્યો, તે 22 બોલમાં માત્ર 13 રન બનાવી શક્યો. પરંતુ રવિવારે રમાયેલી મેચમાં તેણે 51 બોલમાં 121 રનની શાનદાર ઇનિંગ રમી. સંજુ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનિંગ કરી રહ્યો છે, તેણે છેલ્લી 10 ઇનિંગ્સમાંથી 3 ઇનિંગ્સમાં સેંચુરી ફટકારી છે. હવે આ શતકથી હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચિંતિત હશે કારણ કે, હવે સંજુ સેમસને કયા નંબર પર રાખવો?

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now