Home Entertainment Sanjay Khan Wife Zarine Khan Death

સંજય ખાનની પત્ની Zarine Khanનું નિધન : 81 ની ઉંમરમાં આવ્યો કાર્ડિયાક અરેસ્ટ, ખાન પરિવાર શોકાતુર

સંજય ખાનની પત્ની Zarine Khanનું નિધન
Published by: OBS Bureau
Last Updated: Nov 07, 2025, 10:29 AM IST

દિગ્ગજ અભિનેતા સંજય ખાનના પત્ની ઝરીન કાતરકનું 81 વર્ષની વયે અવસાન થયું છે. 7 નવેમ્બર, શુક્રવારે સવારે ઝરીનને અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. આખો ખાન પરિવાર આઘાતમાં છે.

ઝરીન કાતરક કોણ હતી?

12 જુલાઈ, 1944 ના રોજ જન્મેલી ઝરીન એક ભારતીય અભિનેત્રી, ઇન્ટિરિયર ડિઝાઇનર અને કુકબુકની લેખક હતી. ઝરીન 1960 ના દાયકામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશી હતી. તે થોડા સમય માટે એક્ટિંગ ફિલ્ડમાં એક્ટિવ રહી. આ પછી ઝરીને સંજય ખાન સાથે લગ્ન કર્યા.

ઝરીનનો જન્મ બેંગલુરુના એક પારસી પરિવારમાં થયો હતો. તેને કોલેજમાં અભ્યાસ કર્યો ન હતો. શાળા પછીથી જ ઝરીને ક્રિએટિવિટી અને બિઝનેસ વર્લ્ડમાં ડૂબકી લગાવી હતી. તે સંજય ખાનની પત્ની અને અભિનેત્રી તરીકે જાણીતી બની. તેને 1963 માં આવેલી ફિલ્મ "તેરે ઘર કે સામને" થી પોતાની કરિયરની શરૂઆત કરી. ત્રણ વર્ષ પછી, તેને સંજય સાથે લગ્ન કર્યા. ઝરીને ફિલ્મ "એક ફૂલ દો માલી" માં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે પણ કામ કર્યું.

ઝરીનના પરિવારમાં તેમના પતિ સંજય ખાન, પુત્રીઓ સુઝાન ખાન, સિમોન અરોરા, ફરાહ અલી ખાન અને પુત્ર ઝાયેદ ખાન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now