Home Tech/Gadgets Samsung Slimmest Smartphone Galaxy S25 Edge Could Be Launched In April

SAMSUNGએ લૉન્ચ કર્યો સૌથી પાતળો ફોન : જાણો શું છે ખાસ

SAMSUNGએ લૉન્ચ કર્યો સૌથી પાતળો ફોન
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2025, 06:26 AM IST

SAMSUNG GALAXY S25 EDGE કંપનીનો અત્યાર સુધીનો સૌથી પાતળો સ્માર્ટફોન છે. તાજેતરના એક અહેવાલ મુજબ, કંપની તેને એપ્રિલમાં લોન્ચ કરી શકે છે. લાંબા સમયથી અનુમાન લગાવામાં આવી રહ્યું છે અને કંપનીએ જાન્યુઆરીમાં GALAXY S25 સિરીઝના લોન્ચિંગ દરમિયાન આ ફોનની ઝલક બતાવી હતી. તેની ઘણી અપેક્ષિત સુવિધાઓ પણ જાહેર કરવામાં આવી છે.

16 એપ્રિલે થશે લોન્ચ
કહેવામાં આવી રહ્યું છે કે 16 એપ્રિલે એક ઇવેન્ટ યોજાશે, જેમાં આ ફોન લોન્ચ કરવામાં આવશે, પરંતુ તેને ખરીદવા માટે ગ્રાહકોએ થોડી રાહ જોવી પડી શકે છે અને તેનું વેચાણ મે મહિનાથી શરૂ થશે. જોકે, આ અંગે હજુ સુધી કંપની તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. શરૂઆતમાં કંપની માત્ર 40,000 યુનિટનું ઉત્પાદન કરશે. તે બ્લેક, બ્લૂ અને વ્હાઈટ કલરમાં આવે તેવી અપેક્ષા છે.

આ છે GALAXY S25 EDGEની ખાસિયતો
ડમી યુનિટ બતાવે છે કે તેની ડિઝાઇન GALAXY S25 જેવી જ હશે, પરંતુ તેની જાડાઈ ઘણી ઓછી હશે. કેટલાક અહેવાલો દાવો કરે છે કે તેની જાડાઈ 5.84 મીમી હોઈ શકે છે, જે GALAXY S25 કરતા ઘણી ઓછી છે. GALAXY S25 EDGE પાતળA હોવા છતાં, કંપની પરફોર્મ્ન્સ પર સમાધાનના મૂડમાં નથી. તેમાં અલ્ટ્રા-સ્લીમ બેઝલ્સ સાથે 6.7 ઇંચની ફ્લેટ ડિસ્પ્લે, ક્વોલકોમનું શક્તિશાળી સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસર, 200 MP મુખ્ય કેમેરા અને 50 MP ટેલિફોટો લેન્સ અને 12 GB RAM હોઈ શકે છે. ફોનમાં 3,900mAhની બેટરી છે. હાલમાં તેની કિંમત વિશે કોઈ માહિતી નથી. લાઇનઅપમાં તેના પ્લેસમેન્ટના આધારે, તેની કિંમત 60,000 રૂપિયાથી શરૂ થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now