ફોલ્ડેબલ સેગમેન્ટમાં SAMSUNGએ સંપૂર્ણ રીતે માર્કેટ બનાવ્યુ છે. આ સિરીઝમાં કંપની હવે ટૂંક સમયમાં બજારમાં વધુ એક નવી ફોલ્ડેબલ સિરીઝ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. SAMSUNG GALAXY FLIP 7ની ડિઝાઇન તાજેતરમાં જાહેર કરવામાં આવી છે. એન્ડ્રોઇડ હેડલાઇન્સના અહેવાલ મુજબ, નવો ઝેડ ફ્લિપ 7 તેના અગાઉના મોડેલ, GALAXY FLIP 6 જેવી જ ડિઝાઇન સાથે આવશે. તે પંચ-હોલ ડિસ્પ્લે, ડ્યૂઅલ કેમેરા સેટઅપ અને બોક્સી લુક સાથે આવશે.
SAMSUNG GALAXY FLIP 7 સ્પેસિફિકેશન
લીક્સ અનુસાર, GALAXY FLIP 7માં 3.6 ઇંચનું કવર ડિસ્પ્લે અને 6.8 ઇંચનું આંતરિક ડિસ્પ્લે હશે. આ સ્ક્રીનની સાઈઝ GALAXY FLIP 6 કરતા થોડી મોટી હશે. જેમાં 3.4-ઇંચ અને 6.7-ઇંચનું ડિસ્પ્લે હતું. ફોનનું ડાયમેન્શન પણ વધ્યું છે અને હવે તે 166.6 x 75.2 x 6.9 mm હશે. જો કેમેરા બમ્પ પણ શામેલ હશે, તો તેની જાડાઈ 9.1 મીમી હશે.
ડિઝાઇનની દ્રષ્ટિએ, ફોન તેના અગાઉના મોડેલની જેમ બોક્સી દેખાવને સ્પોર્ટ કરશે અને તેના કવર ડિસ્પ્લે પર ડ્યૂઅલ કેમેરા સેટઅપ મળશે. આ વખતે કેમેરાની રિંગ્સને ફોનના રંગ સાથે મેચ કરવામાં આવી છે. બીજો મોટો ફેરફાર એ છે કે SAMSUNGએ આ વખતે ફોલ્ડ્સ વચ્ચે દેખાતી ક્રીઝને ઘટાડી છે, જે ડિસ્પ્લેને પહેલા કરતા વધુ સરળ બનાવશે.
SAMSUNG GALAXY FLIP 7
અહેવાલ મુજબ, આ ફ્લિપ ફોનમાં 50 MPના પ્રાથમિક સેન્સર અને 12 MPના અલ્ટ્રા-વાઇડ લેન્સ જોવા મળશે. કેમેરા હાર્ડવેર અગાઉના મોડેલ જેવું જ હોઈ શકે છે પરંતુ ગુણવત્તામાં સુધારો જોવા મળી શકે છે.
આ વખતે Exynos 2500 અથવા અન્ય કોઈ ચિપસેટનો ઉપયોગ કરવાની સંભાવના છે કારણ કે Exynosના ઉત્પાદનને લગતી કેટલીક સમસ્યાઓ આવી છે. ફોનમાં 12GB રેમ અને 256GB અને 512GB સ્ટોરેજ ઓપ્શન મળે છે. GALAXY FLIP 6ની તુલનામાં, ફોલ્ડિંગ ડિસ્પ્લેની ક્રીઝ આ વખતે ઓછી દેખાશે.
કિંમત શું હોઈ શકે?
GALAXY FLIP 7ની કિંમત 1,099 ડોલર (આશરે રૂ. 1,09,999) જે તેના પાછલા મોડેલની લોન્ચિંગ કિંમત જેવી જ છે. આ સિવાય આ વખતે SAMSUNG ગેલેક્સી ઝેડ સિરીઝમાં બે નવા મોડલ પણ રજૂ કરી શકાય છે. આમાં GALAXY FLIP 7 એફઇ અને ગેલેક્સી જી ફોલ્ડ (પ્રથમ ટ્રિપલ-ફોલ્ડ સ્માર્ટફોન) નો સમાવેશ થાય છે. જોકે, આ તમામ માહિતી અફવાઓ પર આધારિત છે. કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો શેર કરી નથી.




















