Home Tech/Gadgets Samsung Launch Paid Subscription Plan For Galaxy Smartphones Starting Next Month 2d53e71e 4eb4 4223 8a21 6ddacdc3e0ff 08de6b70 C831 4be9 Aad1 3940fb46282a

Samsungના ફોન માટે હવે આના પણ રૂપિયા આપવાના? : iPhone જ સારો છે, જાણો કેમ

Samsungના ફોન માટે હવે આના પણ રૂપિયા આપવાના?
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2025, 07:58 AM IST

Samsung AI Subscription: જો તમે પણ સેમસંગ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો, તો કદાચ ટૂંક સમયમાં તમારે તમારા ફોનમાં AI ફીચર્સનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડશે. જી હા... સેમસંગે કન્ફર્મ કર્યુ છે કે તે ટૂંક સમયમાં તેના ગેલેક્સી સ્માર્ટફોન માટે પેઇડ AI સર્વિસ સબ્સ્ક્રિપ્શન લોન્ચ કરશે. કંપની તેને AI સબ્સ્ક્રિપ્શન ક્લબ નામથી રજૂ કરશે જે આવતા મહિનાથી ઉપલબ્ધ થશે. આનો અર્થ એ છે કે, જે યુઝર્સ રૂપિયા ચૂકવશે તેઓ જ AI સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. દક્ષિણ કોરિયન પ્રકાશન ETNewsના અહેવાલ અનુસાર સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના વાઇસ પ્રેસિડેન્ટ હાન જોંગ-હીએ જાહેરાત કરી છે કે, સબ્સ્ક્રિપ્શન પ્લાન ગેલેક્સી સ્માર્ટફોન અને કંપનીના નવા લોન્ચ થયેલા બેલી એઆઈ રોબોટ બન્ને પર લાગુ થશે.

ગયા વર્ષે લોન્ચ કરાઈ હતી AI સબ્સ્ક્રિપ્શન ક્લબ
સેમસંગે દક્ષિણ કોરિયામાં પસંદગીના ઘરેલુ ઉપકરણો માટે ડિસેમ્બર 2024માં જ AI સબ્સ્ક્રિપ્શન ક્લબ શરૂ કર્યું હતું. હવે, આ સેવા સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોન અને બેલી રોબોટ સહિત અન્ય સેમસંગ ઉપકરણો માટે ઉપલબ્ધ થશે. જો કે, સબ્સ્ક્રિપ્શન સર્વિસ યુઝર્સને વધુ સુવિધાઓ આપે છે. કંપનીનું કહેવું છે કે, હાલના યુઝર્સને ઓછામાં ઓછા 2025ના અંત સુધી આ AI સુવિધાઓનો મફત ઉપયોગ મળશે.

22 જાન્યુઆરીએ થશે ખુલાસો
સેમસંગે તાજેતરમાં જ બેલી રોબોટ લોન્ચ કર્યો છે, જે સબ્સ્ક્રિપ્શન મોડેલ દ્વારા પણ ઉપલબ્ધ થશે. બેલીને પર્સનલ આસિસ્ટન્ટ અને ઘરના સાથી તરીકે કાર્ય કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. AI સબ્સ્ક્રિપ્શન ક્લબ શરૂઆતમાં દક્ષિણ કોરિયા અને યુનાઇટેડ સ્ટેટ્સના યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.

જો કે, હજુ પણ કન્ફર્મ નથી કે, AI સબ્સ્ક્રિપ્શન ક્લબ દક્ષિણ કોરિયાથી આગળ વધશે કે નહીં, આશા છે કે સેમસંગ 22 જાન્યુઆરી 2025ના રોજ કેલિફોર્નિયાના સેન જોસમાં તેના ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટ દરમિયાન સર્વિસ વિશે વિગતો જાહેર કરે તેવી અપેક્ષા છે. આ ઇવેન્ટમાં કંપની ગેલેક્સી S25 સિરીઝ રજૂ કરશે અને અન્ય પ્રદેશોમાં સબ્સ્ક્રિપ્શન પ્લાન વિશે માહિતી આપશે.

S25 સિરીઝમાં મળશે વધુ સારા AI ફીચર્સ
આ દરમિયાન ઇવેન્ટની સૌથી ખાસ વિશેષતા નવી સેમસંગ ગેલેક્સી S25 સિરીઝ હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવી ફ્લેગશિપ સિરીઝ હેઠળ કંપની Galaxy S25, Galaxy S25+ અને Galaxy S25 Ultra લોન્ચ કરશે. નવી સિરીઝમાં સેમસંગના ગેલેક્સી AIના અપગ્રેડ સહિત અનેક મોટા અપગ્રેડ હોવાની અપેક્ષા છે.

લોન્ચ ઇવેન્ટની જાહેરાત કરતા સેમસંગે કહ્યું કે, “ગેલેક્સી AIનું નેક્સ્ટ અપડેટ આવી રહ્યું છે અને તે દરરોજ દુનિયા સાથે તમારી ઈન્ટરેક્ટ કરવાની રીતને બદલવા જઈ રહી છે. નવી ગેલેક્સી S25 સિરીઝને લોન્ચ કરશે. નવી સિરીઝમાં સેમસંગના ગેલેક્સી AIના અપગ્રેડ સહિત અનેક મોટા અપગ્રેડ હોવાની અપેક્ષા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now