Home Entertainment Salman Khan As Jiva Mahala In Raja Shivaji Movie Updates

સલમાન-રિતેશની જોડી ફરી મચાવશે ધૂમ : 'રાજા શિવાજી' માં ભાઈજાનનો મજબૂત રોલ

Salman Khan's special role in Raja Shivaji movie
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 21, 2026, 11:41 AM IST

સલમાન ખાન બનશે શિવાજી મહારાજના વફાદાર યોદ્ધા 'જીવા મહાલા', રિતેશે કરી સત્તાવાર જાહેરાત

રિતેશ દેશમુખના નિર્દેશનમાં બની રહેલી ઐતિહાસિક ફિલ્મ 'Raja Shivaji' ને લઈને ચાહકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રિતેશે તાજેતરમાં 'Bigg Boss Marathi Season 6' ના ગ્રાન્ડ ફિનાલે દરમિયાન લાઈવ સ્ટેજ પર પુષ્ટિ કરી છે કે સલમાન ખાન આ ફિલ્મનો મહત્વનો હિસ્સો હશે. આ જાહેરાત વખતે અભિષેક બચ્ચન અને જેનીલિયા દેશમુખ પણ હાજર હતા.

સલમાન ખાન કયું પાત્ર ભજવશે?

અત્યાર સુધી સલમાનના રોલને લઈને માત્ર અટકળો હતી, પરંતુ હવે અહેવાલો મુજબ તે છત્રપતિ શિવાજી મહારાજના અત્યંત વફાદાર અને બહાદુર યોદ્ધા 'જીવા મહાલા' (Jiva Mahala) નું પાત્ર ભજવશે. ઈતિહાસમાં જીવા મહાલાનું નામ "હોતા જીવા મ્હણુન વાચલા શિવા" (જીવા હતો એટલે શિવા બચ્યા) ઉક્તિ સાથે જોડાયેલું છે. પ્રતાપગઢના યુદ્ધમાં અફઝલ ખાન સાથેની લડાઈ વખતે જીવા મહાલાએ શિવાજી મહારાજનો જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો: જાણો કેમ રિતેશ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો | 'રાજા શિવાજી'ના ટ્રેલર લોન્ચમાં છલકાયા દેશમુખ દંપતીના આંસુ | Offbeat Stories

રિતેશ અને સલમાનની અતૂટ મિત્રતા

સલમાન ખાન આ ફિલ્મ માટે કોઈ ફી લીધા વિના કામ કરી રહ્યો હોવાનું મનાય છે. રિતેશે સ્ટેજ પર ભાવુક થઈને કહ્યું હતું કે, "જો બિગ બોસના સ્ટેજ પર સલમાન ભાઈનું નામ ન લઈએ તો આ શોનો કોઈ અર્થ નથી."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now