Home Entertainment Raja Shivaji Trailer Riteish Deshmukh Emotional Event 2026

જાણો કેમ રિતેશ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો : 'રાજા શિવાજી'ના ટ્રેલર લોન્ચમાં છલકાયા દેશમુખ દંપતીના આંસુ

Riteish Deshmukh and Genelia Deshmukh looking emotional on stage
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 21, 2026, 09:59 AM IST

'રાજા શિવાજી'ના ટ્રેલર લોન્ચિંગમાં રિતેશ અને જેનીલિયા થયા ભાવુક

રિતેશ દેશમુખની મહત્વાકાંક્ષી ફિલ્મ 'રાજા શિવાજી'નું ટ્રેલર મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મ માટેના સંઘર્ષને યાદ કરીને રિતેશ અને પત્ની જેનીલિયા સ્ટેજ પર જ રડી પડ્યા હતા.

ફિલ્મી પડદે છત્રપતિ શિવાજી મહારાજની શૌર્યગાથા

આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને સ્વરાજ્યના સંઘર્ષ પર આધારિત છે. રિતેશ દેશમુખે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાની સાથે તેનું નિર્દેશન પણ કર્યું છે. ટ્રેલર લોન્ચ વખતે રિતેશે જણાવ્યું કે આ પ્રોજેક્ટ તેમના માટે માત્ર એક ફિલ્મ નથી પણ એક સપનું છે. પોતાની ટીમના સહકાર અને પત્ની જેનીલિયાના મક્કમ સાથને યાદ કરતા રિતેશની આંખો ભરાઈ આવી હતી. પતિને ભાવુક થતા જોઈ સ્ટેજ પર હાજર જેનીલિયા પણ પોતાના આંસુ રોકી શકી નહોતી.

આ પણ વાંચો: ‘Raja Shivaji’ ટ્રેલરમાં મોટું સરપ્રાઈઝ! | નાના શિવાજીની ભૂમિકામાં કોણ? હકીકત જાણીને ચોંકી જશો! | Offbeat Stories

ફિલ્મના ખાસ આકર્ષણો

આ ફિલ્મમાં દેશમુખ પરિવારનો નાનો પુત્ર રાહુલ પણ બાળ શિવાજીના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે:

  • સંજય દત્ત: અફઝલ ખાનના નેગેટિવ રોલમાં

  • અભિષેક બચ્ચન: સંભાજી શાહજી ભોંસલે (શિવાજી મહારાજના ભાઈ) તરીકે

  • જેનીલિયા દેશમુખ: રાણી સાઈબાઈના પાત્રમાં

  • સલમાન ખાન: ખાસ કેમિયો રોલમાં જોવા મળશે

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

'રાજા શિવાજી' 1 મે 2026 ના રોજ 'મહારાષ્ટ્ર ડે' નિમિત્તે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ ગુજરાતી તો નહીં પણ મરાઠી, હિન્દી અને તેલુગુ એમ 3 ભાષાઓમાં રિલીઝ થશે. અજય-અતુલના સંગીત અને સંતોષ સિવનના સિનેમેટોગ્રાફી સાથે આ ફિલ્મ એક વિઝ્યુઅલ ટ્રીટ બની રહેશે તેવી અપેક્ષા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now