Raja Shivaji: રિતેશ દેશમુખની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ ‘Raja Shivaji’ ના ટ્રેલરે માત્ર ભવ્ય વિઝ્યુઅલ્સ અને સ્ટાર કાસ્ટથી જ નહીં, પરંતુ એક ખાસ કારણસર પણ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. ટ્રેલરમાં નાના છત્રપતિ
શિવાજીની ભૂમિકા જોઈને દરેકને આશ્ચર્ય થઈ રહ્યું છે.
રિતેશ દેશમુખે પોતે જ છત્રપતિ શિવાજી મહારાજની મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં તેમની પત્ની જેનેલિયા દેશમુખ, સંજય દત્ત, વિદ્યા બાલન, અભિષેક બચ્ચન અને મહેશ માંજરેકર જેવા મોટા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકામાં છે.
અભિનયમાં ડેબ્યૂ કર્યું
પરંતુ સૌથી મોટી વાત એ છે કે રિતેશ અને જેનેલિયાના 10 વર્ષના પુત્ર રાહિલ દેશમુખએ આ ફિલ્મથી અભિનયમાં ડેબ્યૂ કર્યું છે. રાહિલે નાના છત્રપતિ શિવાજી મહારાજની બાળપણની ભૂમિકા ભજવી છે. ટ્રેલરમાં તેની એક ટૂંકી ઝલકમાં તે પોતાના ભાઈ સાથે વાત કરતો દેખાય છે, જે દ્રશ્ય હાલમાં વાયરલ થઈ રહ્યું છે.
રાહિલ દેશમુખનો જન્મ 2016માં થયો હતો. આ ફિલ્મ તેની અભિનય કારકિર્દીની શરૂઆત છે અને તેના પ્રથમ દેખાવે જ લોકોનું ધ્યાન ખેંચી લીધું છે.
આ પણ વાંચો: રણવીર-દીપિકાના ઘરમાં ફરી ગુંજશે ખુશીઓ! : દુઆએ પ્રેગ્નન્સી કિટ સાથે કર્યું ક્યુટ અનાઉન્સમેન્ટ
ફિલ્મ ક્યારે આવી રહી છે?
રિતેશ દેશમુખ દ્વારા દિગ્દર્શિત અને જિયો સ્ટુડિયો તથા જેનેલિયા ડિસોઝા દ્વારા સંયુક્ત રીતે નિર્મિત આ ફિલ્મ 1 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અહેવાલો અનુસાર ફિલ્મનું બજેટ ₹100 કરોડથી વધુ છે.ટ્રેલર જોતાં જ લાગે છે કે રાજા શિવાજી માત્ર એક ફિલ્મ નહીં, પરંતુ એક પરિવારની સાથે મળીને બનાવેલી ભવ્ય ઐતિહાસિક મહાકાવ્ય હશે!





