Home International Salary Of Mps In Pakistan Increased By 138 Percent Know Salary Every Month

પાક.માં સરકારી કર્મચારીઓના પગાર માટે રૂપિયા નથી અને : સાંસદોના પગારમાં 138%નો વધારો

પાક.માં સરકારી કર્મચારીઓના પગાર માટે રૂપિયા નથી અને
Published by: OBS Bureau
Last Updated: Feb 12, 2025, 06:06 AM IST

પાકિસ્તાન ગરીબ દેશ છે તેમા કોઈ બે મત નથી પરંતુ હાલ તે મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, પરંતુ આ દરમિયાન મંગળવારે પાકિસ્તાનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો, જેમાં પાકિસ્તાની સાંસદોના પગારમાં 138%નો મોટો વધારો કરવામાં આવ્યો. હવે સાંસદોનો પગાર 2,18,000 પાકિસ્તાની રૂપિયાથી વધારીને 5,19,000 રૂપિયા કરવામાં આવ્યો છે, જે ભારતીય ચલણમાં લગભગ 1.62 લાખ રૂપિયા છે.

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના સાંસદ રોમિના ખુર્શીદ આલમે સંસદ સભ્યોના પગાર અને ભથ્થાં બિલ 2025 રજૂ કર્યું, જે પ્રચંડ બહુમતી સાથે પસાર થયું હતું.
આ બિલથી સાંસદોના પગાર ડબલથી પણ વધી ગયો છે.

બિલને મંજૂરી આપવામાં આવી
26 જાન્યુઆરી, 2025ના રોજ નેશનલ એસેમ્બલીની બજેટ સમિતિએ આ બિલને મંજૂરી આપી. આ બેઠકની અધ્યક્ષતા મુખ્યમંત્રી અયાઝ સાદિકે કરી. દેશની આ વિકટ આર્થિક સ્થિતિ હોવા છતાં, ન તો શાસક પક્ષ કે ન તો વિપક્ષી સાંસદોએ આ પગાર વધારા સામે કોઈ વાંધો ઉઠાવ્યો.

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ
પાકિસ્તાન વર્ષોથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને 2023માં ડિફોલ્ટ સ્થિતિને ટાળવામાં આવ્યું હતું. આ દેશ IMF અને વર્લ્ડ બેંકનું ભારે ઋણી છે. આવી સ્થિતિમાં જ્યારે સામાન્ય સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવામાં મુશ્કેલી આવી રહી છે, ત્યારે સાંસદોના પગારમાં વધારો વિવાદનો વિષય બની ગયો છે.

પાકિસ્તાનમાં મોંઘવારી અને બેરોજગારી
પગાર વધારો એવા સમયે થયો છે જ્યારે પાકિસ્તાનમાં મોંઘવારી અને બેરોજગારી વધી રહી છે અને દેશને તેના દેવાની ચૂકવણી કરવા માટે IMF પાસેથી વારંવાર સહાયની જરૂર છે. આ નિર્ણય પછી દેશમાં સરકારની પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠ્યા છે, કારણ કે સરકાર પાસે સામાન્ય કર્મચારીઓના પગાર ચૂકવવા માટે પણ પૂરતા સંસાધનો નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક