Home Gujarat Sachin Tendulkar Family Arrival Jamnagar Ambaniguest

જામનગરમાં ફરી એકવાર સેલિબ્રિટીઓનો જમાવડો! : યુવરાજ સિંહ, સચિન તેંડુલકર પરિવાર બન્યો અંબાણી પરિવારના મહેમાન

જામનગરમાં ફરી એકવાર સેલિબ્રિટીઓનો જમાવડો!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 15, 2026, 01:17 PM IST

જામનગર શહેરમાં ફરી એકવાર સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળ્યો છે. ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર પરિવાર સાથે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમના સાથે પુત્ર અર્જુન તેંડુલકર, પત્ની અંજલિ તેંડુલકર અને પુત્રી સારા તેંડુલકર પણ હાજર હતા.

મળતી માહિતી મુજબ તેંડુલકર પરિવાર અંબાણી પરિવારના મહેમાન તરીકે જામનગર આવ્યા છે. શહેરમાં ખાસ કાર્યક્રમ અને પ્રી-વેડિંગ શૂટને લઈને હાઈપ્રોફાઇલ મહેમાનોનું આગમન શરૂ થયું હોવાનું જાણવા મળ્યું છે. અર્જુન તેંડુલકરના પ્રી-વેડિંગ શૂટ માટે જામનગર પસંદ કરાયું હોવાની ચર્ચા છે.

આ સાથે જ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પણ જામનગર એરપોર્ટ પર ખાસ વિમાન દ્વારા પહોંચ્યા હતા. રિલાયન્સ ગ્રુપની વિશેષ ફ્લાઈટ મારફતે VIP મહેમાનોનું આગમન થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

જામનગરમાં છેલ્લા સમયમાં મોટા ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓના કાર્યક્રમોને લઈને શહેર રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહ્યું છે. અંબાણી પરિવારના કાર્યક્રમોને કારણે દેશ-વિદેશની હસ્તીઓ જામનગર પહોંચતા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now