Home Gujarat Sabarkantha Himmatnagar Fake Police Gang

હિંમતનગર નકલી પોલીસ કાંડ : અફીણના બહાને બોલાવી 8 લાખ પડાવ્યા, બે આરોપીઓ જેલના સળિયા પાછળ

હિંમતનગર નકલી પોલીસ કાંડ
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 12:16 PM IST

ગુજરાતમાં ઘણી વખત લોકો પોલીસની ખોટી ઓળખ આપી લોકોને ધમકાવી પૈસા પડાવતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. એવો જ એક બનાવ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ 10 ફેબ્રુઆરીના રોજ હિંમતનગરના એક વ્યક્તિ પાસેથી અફીણની પડીકી મંગાવવામાં આવી હતી. અફીણ લઈને પહોંચેલા વ્યક્તિને આરોપીઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ધમકાવ્યો હતો. ત્યારબાદ તેની પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરી મામલો પતાવવાની વાત કરી હતી.

આ મામલે લાંબી રગજક બાદ આખરે આરોપીઓએ 8 લાખ રૂપિયા લઈને સમાધાન કરાવ્યું હતું. જોકે પૈસા આપ્યા બાદ આરોપીઓ નકલી પોલીસ હોવાનું જાણવા મળતા પીડિતના સગાએ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી હિંમતનગરના વીરેન્દ્ર ખટીક અને પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામના વિપુલ વણકરની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક અજાણ્યા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે અફીણની પડીકી આપનાર વ્યક્તિ સામે પણ અગાઉ NDPS Act હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now