Home Gujarat Sabarakantha Panchayat Nagarpalika Election Candidates 2026

સાબરકાંઠા જિલ્લા પંચાયત અને ત્રણ નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી
Published by: Viral Patel
Last Updated: Apr 15, 2026, 01:25 PM IST

Himmatnagar News: સાબરકાંઠા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું છે. તમામ બેઠકો પર હવે ઉમેદવારો વચ્ચે સીધો કે ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

જિલ્લા પંચાયત: તમામ 34 બેઠકો પર મતદાન

સાબરકાંઠા જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે, જેમાં કુલ ૧૦૭ ઉમેદવારો મેદાનમાં છે. મહત્વની વાત એ છે કે, જિલ્લા પંચાયતની એક પણ બેઠક બિનહરીફ રહી નથી, જેથી તમામ બેઠકો પર મતદારો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરશે.

આ પણ વાંચો: પંચમહાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ચિત્ર સ્પષ્ટ, જાણો કઈ પાર્ટીનો રહ્યો દબદબો

તાલુકા પંચાયતની સ્થિતિ: ૩ બેઠકો બિનહરીફ

જિલ્લાની ૮ તાલુકા પંચાયતોની કુલ ૧૭૦ બેઠકો માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી, જેમાંથી 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. તમામ બિનહરીફ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે. હિંમતનગર તાલુકા પંચાયતમાં 2 બેઠકો બિનહરીફ રહી છે. નિકોડા બેઠકમાં ભાજપના નિર્મલ પટેલ. વક્તાપુર બેઠક પર ભાજપના ઉષાબેન પટેલ. પ્રાંતિજ તાલુકા પંચાયતમાં 1 બેઠક બિનહરીફ રહી છે. પીલુદ્રા બેઠક પર ભાજપના તૃપ્તિબેન પટેલ.

આ પણ વાંચો: "ભય મુક્ત ચૂંટણીના દાવાઓ વચ્ચે સરકારી તંત્રના જોરે ભાજપ કરે છે હિંસા" : ડૉ. મનીષ દોશીના ગંભીર આક્ષેપો

નગરપાલિકાઓનું ચિત્ર

જિલ્લાની ત્રણ મુખ્ય નગરપાલિકાઓમાં પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે. હિંમતનગર નગરપાલિકામાં 11 વોર્ડની કુલ 44 બેઠકો પૈકી 2 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જ્યારે બાકીની બેઠકો પર મતદાન થશે. ઈડર નગરપાલિકામાં 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. વડાલી નગરપાલિકામાં 6 વોર્ડની કુલ 24 બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં છે અને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now