Home International S 400 Truly Proved To Be The Sudarshan Chakra

S-400 ખરેખર સુદર્શન ચક્ર સાબિત થયું : પાકિસ્તાનના અનેક ડ્રોન હવામાં જ નષ્ટ

S-400 ખરેખર સુદર્શન ચક્ર સાબિત થયું
Published by: OBS Bureau
Last Updated: May 08, 2025, 04:44 PM IST

મોડી સાંજે પાકિસ્તાને પોતાની નાપાક હરકતની શરૂઆત કરી દિધી છે. ઉત્તરભારતના અનેક સ્થળો પર પાકિસ્તાને ડ્રોન એટેક કર્યો છે. જેમાં ખાસ કરીને જમ્મુના અલગ અલગ વિસ્તારમાં સતત ડ્રોન દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પરંતુ સારી વાત એ છે કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સતત આ તમામ ડ્રોનને હવામાં તોડી પાડે છે. સદનસીબે જાનહાનીના કોઈ સામાચાર નથી. નોંધનીય છે કે, પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના અનેક વિસ્તારોમાં ડ્રોન હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ જમ્મુ યુનિવર્સિટી નજીક બે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા. પાકિસ્તાને જમ્મુ એરપોર્ટ, જમ્મુ રેલ્વે સ્ટેશન, ચન્ની હિંમત (જમ્મુ), આરએસ પુરા (જમ્મુને અડીને આવેલા સરહદી વિસ્તાર) પર ડ્રોનથી હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.


રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. રાજસ્થાનના જસલમીદ, બાડમેર અને જોધપુરમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. ગુજરાતના ભુજમાં અંધારપટ છવાઈ ગયો છે. પંજાબના જાલંધર, પઠાણકોટ, અમૃતસરમાં સંપૂર્ણ અંધારપટ છવાઈ ગયો. ભારતે પાકિસ્તાનની બધી મિસાઇલો તોડી પાડી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video