Home International Ruthless Government In Bengal Will Come To An End Every Single One Will Be Held Accountable Pm Modi Attacks Cm Mamata

CM મમતા પર PM મોદીના આકરા પ્રહાર : ‘બંગાળમાં નિર્મમ સરકારનો અંત આવશે, વીણી-વીણીને લેવામાં આવશે હિસાબ’

CM મમતા પર PM મોદીના આકરા પ્રહાર
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 11:41 AM IST

PM Modi West Bengal Visit: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા તમામ પક્ષોએ કમર કસી લીધી છે. આ દરમિયાન ચૂંટણી પહેલા PM મોદી આજે બંગાળના પ્રવાસે છે. વડાપ્રધાનનો આ પ્રવાસ ચૂંટણી પહેલા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક વિશાળ જનસભામાં સામેલ થયા હતા. PM મોદી બંગાળમાં 18,680 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની શરૂઆત કરશે. PM મોદી કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા છે, જે દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘બંગાળમાં પરિવર્તન હવે દીવાલો પર લખાયેલું છે અને બંગાળના લોકોના દિલમાં પણ વસી ગયું છે. હવે, બંગાળમાંથી આ નિર્મમ સરકારનો અંત આવવો નિશ્ચિત છે.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘તમારો ઉત્સાહ, તમારો જોશ અમને જણાવી રહ્યો છે કે બંગાળ શું વિચારી રહ્યું છે, બંગાળના મનમાં શું ચાલી રહ્યું છે. બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડનો ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ બંગાળ દેશને રસ્તો બતાવે છે, ત્યારે આ બ્રિગેડ ગ્રાઉન્ડ બંગાળનો અવાજ બની જાય છે. આ મેદાન પરથી અંગ્રેજી શાસન વિરુદ્ધ જે અવાજ ઉઠ્યો હતો, તે આખા ભારતમાં એક ક્રાંતિ બની ગયો હતો. તેનું પરિણામ એ આવ્યું કે અંગ્રેજોના જુલમ અને લૂંટફાટનો અંત આવ્યો. આજે ફરી એકવાર, એક નવા બંગાળ માટે ક્રાંતિનું રણશિંગું બ્રિગેડ ગ્રાઉન્ડથી ફૂંકાયું છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ ઉમેર્યું કે, ‘બંદર અને જળ પરિવહન પણ એટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે. દાયકાઓ સુધી પૂર્વ ભારતની આ ક્ષમતાની મોટાભાગે અવગણના કરવામાં આવી હતી. જોકે, આજે જળમાર્ગો વેપાર અને ઔદ્યોગિક પ્રગતિ માટે નવા રસ્તાઓ ખોલી રહ્યા છે. કોલકાતા અને હલ્દિયા જેવા બંદરો લાંબા સમયથી પૂર્વ ભારતમાં વેપારના મુખ્ય કેન્દ્રો રહ્યા છે. હલ્દિયા ડોક કોમ્પ્લેક્સમાં અત્યારે મશીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ પહેલથી કાર્ગો ઓપરેશન્સમાં તેજી આવશે, બંદરની ક્ષમતા વધશે અને વેપારને સરળ બનાવવા માટે નવી સુવિધાઓ તૈયાર થશે.’

વીણી-વીણીને બદલો લેવામાં આવશે

વધુમાં PM મોદીએ કહ્યું કે, ‘બંગાળમાં મહાજંગલરાજ લાવનારાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તે દિવસ દૂર નથી જ્યારે બંગાળમાં ફરીથી કાયદાનું શાસન હશે. જે કાયદો તોડશે, જે અત્યાચાર કરશે, TMCના કોઈ પણ અત્યાચારીને છોડવામાં આવશે નહીં, વીણી-વીણીને હિસાબ લેવામાં આવશે.’

તેમણે આગળ કહ્યું કે, ‘અહીંની નિર્મમ સરકાર હવે ગમે તેટલું જોર લગાવી લે, પરિવર્તનની આ આંધીને તે હવે રોકી શકશે નહીં. ભાજપ અને NDA સાથે મહિષાસુર મર્દિનીના આશીર્વાદ છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ઋષિ બંકિમચંદ્ર, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ખુદીરામ બોઝ, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેવી તમામ મહાન વિભૂતિઓએ જે બંગાળની કલ્પના કરી હતી, ભાજપ સરકાર તે બંગાળનું નિર્માણ કરશે, નવનિર્માણ કરશે.’

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now