Home Automobile Royal Car Craze In Ahmedabad 42 Percent Jump In Luxury Car Sales

અમદાવાદમાં 'રોયલ' કારનો ક્રેઝ, લકઝયુરિયસ કારના વેચાણમાં 42% નો ઉછાળો! : Ferrari અને Bentley જેવી બ્રાન્ડ્સ હવે પ્રોફેશનલ્સની પહેલી પસંદ!

અમદાવાદમાં 'રોયલ' કારનો ક્રેઝ, લકઝયુરિયસ કારના વેચાણમાં 42% નો ઉછાળો!
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 07:22 AM IST

Luxury Car Market : અમદાવાદમાં લક્ઝુરિયસ કાર ખરીદવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. વર્ષ 2024 ની સરખામણીએ 2025 માં 1 કરોડથી વધુ કિંમતની કારના વેચાણમાં 42% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને 2 થી 4 કરોડની કિંમતની સુપર લક્ઝુરિયસ કારોના વેચાણમાં 175% નો તોતિંગ વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે, અમદાવાદીઓ હવે હાઇ-એન્ડ બ્રાન્ડ્સ પાછળ દિવાના બન્યા છે.

પસંદગીમાં પરિવર્તન

પહેલા લક્ઝુરિયસ કાર માત્ર મોટા ઉદ્યોગપતિઓ કે રાજકીય નેતાઓ પાસે જ જોવા મળતી હતી. પરંતુ હવે નવા હાઇ-ટેક ફીચર્સ અને સ્ટેટસ સિમ્બોલને કારણે ડોક્ટર્સ, વકીલો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) જેવા પ્રોફેશનલ્સ પણ લક્ઝુરિયસ કારને પ્રાધાન્ય આપી રહ્યા છે. Audi, BMW, Jaguar, Porsche, Mercedes અને Volvo જેવી બ્રાન્ડસની સાથે હવે Ferrari અને Bentley જેવી સુપર પ્રીમિયમ કારની ડિમાન્ડ પણ વધી છે.

RTO રજીસ્ટ્રેશનના આંકડા

અમદાવાદની ત્રણેય RTO કચેરીઓ (સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા) ના આંકડા પર નજર કરીએ તો:

વર્ષ 2024: કુલ 74,968 કાર નોંધાઈ હતી, જેમાંથી 1 કરોડથી વધુની 564 કાર હતી.

વર્ષ 2025: કુલ 77,627 કાર નોંધાઈ, જેમાં 1 કરોડથી વધુની કારનો આંકડો વધીને 835 થયો છે.

ત્રણેય કચેરીમાં વર્ષ 2024 માં કુલ 74,968 કારોનું વેચાણ

RTO કચેરી

કુલ કાર વેચાઈ

25 થી 50 લાખ

50 લાખથી 1 કરોડ

1 થી 2 કરોડ

2 થી 4 કરોડ

સુભાષબ્રિજ

46,200

1,275

378

90

3

વસ્ત્રાલ

17,252

3,270

39

12

3

બાવળા

11,516

1,131

167

0

1

કુલ (Total)

74,968

5,676

584

102

7

ત્રણેય કચેરીમાં વર્ષ 2025 માં કુલ 77,597 કારોનું વેચાણ

RTO કચેરી

કુલ કાર વેચાઈ

25 થી 50 લાખ

50 લાખથી 1 કરોડ

1 થી 2 કરોડ

2 થી 4 કરોડ

સુભાષબ્રિજ

47,100

1,822

560

92

8

વસ્ત્રાલ

18,053

425

111

10

0

બાવળા

12,474

1,375

199

0

3

કુલ (Total)

77,627

3,622

870

102

11

ગાંધીનગરની સ્થિતિ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ લક્ઝુરિયસ કારનો દબદબો જોવા મળ્યો છે. વર્ષ 2025 માં અહીં કુલ 21,262 કારોનું વેચાણ થયું, જેમાંથી 1 થી 3 કરોડની 75 કાર અને 50 લાખથી 1 કરોડની 375 કાર વેચાઈ હતી. જોકે, નવાઈની વાત એ છે કે, 2025 માં ગાંધીનગરમાં 3 થી 5 કરોડની રેન્જમાં એક પણ કાર નોંધાઈ નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now