Home Sports Rohit Sharma Will Break This World Record In The Series Against South Africa

Rohit Sharma સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં તોડશે આ વર્લ્ડ રેકોર્ડ! : જાણો આ રેકોર્ડ હાલમાં ક્યાં ખેલાડીના નામે છે

Rohit Sharma સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં તોડશે આ વર્લ્ડ રેકોર્ડ!
Published by: OBS Bureau
Last Updated: Nov 29, 2025, 09:48 AM IST

Rohit Sharma will create a new world record in this match: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની પહેલી મેચ આવતીકાલે, રવિવાર, 30 નવેમ્બરના રોજ રાંચીમાં રમાશે. પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે. જાણો મહાન રેકોર્ડ વિશે અને આ રેકોર્ડ હાલમાં કોના નામે છે.

ODI માં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ

રોહિત શર્મા પાસે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને પાછળ છોડી દેવાની તક છે. જો રોહિત રાંચીમાં પ્રથમ વનડેમાં 3 સિક્સર ફટકારે છે, તો તે શાહિદ આફ્રિદીને પાછળ છોડીને "સિક્સર કિંગ" બની જશે.રોહિત શર્માએ 2007 થી 276 વનડેમાં 349 છગ્ગા ફટકાર્યા છે. આ સમયગાળા દરમિયાન, રોહિતે 49.22 ની એવરેજથી 11,370 રન બનાવ્યા છે. રોહિતે 33 સેંચુરી અને 59 હાફ-સેંચુરી ફટકારી છે. પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ 398 વનડેમાં 351 છગ્ગા ફટકાર્યા છે. આ પાકિસ્તાની ખેલાડીએ પણ 23.57 ની એવરેજથી 8,064 રન બનાવ્યા છે, જેમાં 6 સેંચુરી અને 39 હાફ-સેંચુરીનો સમાવેશ થાય છે.


ODI સીરિઝનું શેડ્યૂલ

ટીમ ઈન્ડિયા 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની ODI સીરિઝ રમશે. સીરિઝની પહેલી મેચ રાંચીમાં રમાશે, ત્યારપછી બીજી મેચ 3 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે. સીરિઝની ત્રીજી મેચ 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. કેપ્ટન શુભમન ગિલ ઈજાને કારણે સીરિઝનો ભાગ નથી. તેના સ્થાને વિકેટકીપર-બેટ્સમેન કે. એલ રાહુલને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.

સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, કે. એલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, ઋતુરાજ ગાયકવાડ, હર્ષિત રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), પ્રસિદ્ધ કૃષ્ણ અને અર્શદીપ સિંહ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now