Home Sports Rohit Sharma And Virat Kohlis Odi Records Against South Africa

સાઉથ આફ્રિકા સામે રોહિત શર્મા અને વિરાટ કોહલીના પર્ફોર્મન્સ વિશે જાણો : સાઉથ આફ્રિકા સામેની 3 ODI કયા રમાશે અને ભારતીય ટીમનો કેપ્ટન કોણ?

સાઉથ આફ્રિકા સામે રોહિત શર્મા અને વિરાટ કોહલીના પર્ફોર્મન્સ વિશે જાણો
Published by: OBS Bureau
Last Updated: Nov 26, 2025, 07:16 AM IST

Rohit Sharma and Virat Kohli's ODI records against South Africa: ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ પછી, બંને દેશો વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝ રમાશે. ODI સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બે પૂર્વ ભારતીય કેપ્ટન, રોહિત શર્મા અને વિરાટ કોહલી, ટીમનો ભાગ છે. રોહિત અને વિરાટની હાજરીએ સીરિઝના ઉત્સાહમાં વધારો કરશે. ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વનડે સીરિઝ શાનદાર રહી હતી. પહેલી વનડેમાં ખરાબ શરૂઆત પછી, રોહિત શર્માએ બીજી મેચમાં હાફ-સેંચુરી અને ત્રીજી મેચમાં સેંચુરી ફટકારી. પહેલી બે વનડેમાં નિષ્ફળ રહેલા વિરાટે ત્રીજી વનડેમાં શાનદાર હાફ-સેંચુરી ફટકારી, અને રોહિત શર્માની સાથે મળીને ભારતને મોટી જીત અપાવવામાં મદદ કરી હતી. જાણો સાઉથ આફ્રિકા સામેની ODI માં રોહિત અને વિરાટના પર્ફોર્મન્સ વિશેની માહિતી.

રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પર્ફોર્મન્સ!

રોહિત શર્માએ 2007 થી 2023 સુધી સાઉથ આફ્રિકા સામે 26 મેચોની 25 ઇનિંગ્સમાં 806 રન બનાવ્યા હતા, જેમાં 3 સેંચુરી અને 2 હાફ-સેંચુરીનો સમાવેશ થાય છે. રોહિત શર્માનો સાઉથ આફ્રિકા સામેનો શ્રેષ્ઠ સ્કોર 150 છે. વિરાટ કોહલીએ 2010 થી 2023 દરમિયાન 31 મેચની 29 ઇનિંગ્સમાં 5 સેંચુરી અને 8 હાફ-સેંચુરીની મદદથી 1,504 રન બનાવ્યા હતા. તેમની એવરેજ 65.39 છે. કોહલીનો સર્વોચ્ચ સ્કોર નોટઆઉટ 160 રન છે.

ભારતીય ટીમનો કેપ્ટન કોણ?

રોહિત શર્મા અને વિરાટ કોહલી ફક્ત ODI ફોર્મેટ રમે છે. વિરાટ કોહલી ODI સીરિઝમાં ભાગ લેવા માટે લંડનથી પરત આવી ગયો છે. ત્રણ મેચની ODI સીરિઝની પ્રથમ મેચ 30 નવેમ્બરે રાંચીમાં, બીજી ODI 3 ડિસેમ્બરે રાયપુરમાં અને ત્રીજી ODI 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. આ ODI સીરિઝ માટે કે. એલ રાહુલ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે. કારણ કે, સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઘાયલ થયેલ શુભમન ગિલ ટીમમાં સામેલ નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now